________________
કરતાં અમેરિકામાં તેલ સેવું છે. એટલે અહીનું તેલ ત્યાં મોકલવું પોષાતું નથી. માટે અર્થનીતિજ્ઞોએ એમ કહ્યું કે જેને તેલ મેકલવું હેય તે સાથે રૂ મેકલે, કે રૂ મોકલનાર તેલ મેકલે. પરિણામે નફોતોટો સરખો થશે. આના કારણે દેશમાં રૂ, તેલ બન્ને ઓછાં થવાં લાગ્યાં છે તે તરફ ભાગ્યે જ કોઈ ધ્યાન આપે છે.
વનસ્પતિ તેલ નુકશાનકારક છે કે લાભકારક? તેને કશે જ વિચાર કર્યા વગર સરકાર એના કારખાનાવાળાઓને પ્રોત્સાહન આપે છે. આપણે ત્યાં અર્થનીતિમાં સ્વાવલંબનના પાયા ઉપર બજારભાવ ગોઠવવો જોઈએ. હરીફાઈ કે ખોટી વસ્તુ આપીને નહીં ! એની કાળજી રાખવી જોઈએ. પાયાની ત્રીજી ભૂલ : ગરજ પ્રમાણે ભાવ !
અર્થશાસ્ત્રને ત્રીજો મુદ્દો એ રજુ કરવામાં આવે છે કે માલનો ભાવ ગરજ પ્રમાણે નક્કી થવો જોઈએ. આ પણ પાયાની ભૂલ છે, આ વાત યુરોપના અર્થશાસ્ત્રીઓએ બતાવી છે. ગાંધીજીએ કહ્યું કે “ગરજ પ્રમાણે નહીં, પણ, રોટલા પ્રમાણે જેનાથી આજીવિકા બરાબર ચાલી શકે તે પ્રમાણે માલના ભાવ નકકી કરવા જોઈએ.” એક ખાદીને જ લે...! ત્યાં વણકર, કાંતનાર, ધનાર, રંગનાર, પીંજનાર વગેરે દરેકના રાટલા ચાલી શકે. તે પ્રમાણે ખાદીના ભાવ નકકી થવા જોઈએ. તેમાં જેમને સહયોગ હોય. જેમણે કામ કર્યું હોય તેમને આજીવિકા મળી રહે તે પ્રમાણે ભાવ નકકી થવા જોઈએ. થી પાયાની ભલ: વસ્તુની હરીફાઈ!
અર્થશાસ્ત્રને ચોથો મુદ્દો એ છે કે દરેક વસ્તુને હરીફાઈના પાયા ઉપર મૂકી દેવી! તે પણ પાયાની ભૂલ છે. ક્યાં કઈ વસ્તુ જોઈએ, કેટલી જોઇએ તે જેવાતું નથી. ત્યારે સવાલ એ થાય છે ભાવ કોણ નકકી કરે? એના જવાબમાં જણાવાય છે કે હરીફાઈથી બજારમાં ભાવ જાતે નકકી થઈ જશે. બજાર નિર્ણય કરી દે. પણ, આ હરીફાઈમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com