________________
તો તે વિજળીથી ચાલતાં રેડીમેડના કારખાનામાં ગોઠવાઈ ગયો. નાની જમીનવાળો મોટા પાસે રહ્યો. પરિણામે સાધન વગરનો માણસ સાધનવાળાને આર્થિક ગુલામ બન્યો.
સાધનહીનેની શક્તિ ખૂટતાં જે નવી પ્રક્રિયા થઈ તે તેમનાં સંગઠનની સમોવડિયાના શ્રેષના કારણે અંદરોઅંદર લડાઈ વિગ્રહ શરૂ થયાં. અસંતોષ વધવા લાગ્યો અને સાધનહીને, સંપન્ન વ્યક્તિઓ સામે આંદોલન કરવા લાગ્યા. ગુમાસ્તા, મજૂરો અને શ્રમિકો સંગઠિત થઈને બળવો કરી પગારવધારાની માંગ કરવા લાગ્યા.
એમાંથી કેટલાક સાધન સંપન્નેને સૂઝયું કે જે આ બધા માણસો ગરીબ થતાં જાય તે તેમની ખરીદ-શક્તિ તૂટી પડે તે પછી તેમને માલ કોણે લેશે ? માલ ન ખપે તો નફો કેમ થાય અને આ કારીગરો કામ કરી શકે ? જ્યારે તેમને પગાર ટ્રકો હોય અને ખરીદ શક્તિ ઘટી ગઈ હોય ! તેમને થયું કે આ રીતનું શોષણ થવું એ મોટી ભૂલ છે. જે શોષણ જ ચાલતું રહે અને ખરીદ શકિત તટતી જાય તે કાર્ય કઈ રીતે ચાલે ? એટલે પૈસા વગરનાને પૈસા વગેરેનાં સાધને આપવાં જોઈએ જેથી તે માલ ખરીદી શકે ! ઘણું
સ્થળે તો વળતરના એક ભાગ રૂપે પોતાને માલ આપવાનું પણ તેમણે નકકી કર્યું
સાધનહીનને જે વધારાને પૈસે મળે તેમાંથી સંઘરવાની વૃત્તિ પેદા થઈ. છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં કરકસર અને સંગ્રહશક્તિ વધી છે. તેમ થાય તે પૈસો બંધાઈ જાય એટલે પૈસો કેમ વધારે વપરાય તે માટે અધતન સાધનો અને તેને વ્યાપક પ્રચાર એ યુરોપના અર્થશાસ્ત્રીએનું લક્ષ્ય બન્યું. પૈસા ખર્ચાય તે માલનું ઉત્પાદન વધે અને માલબનાવનારાઓને રોજી મળે. તે માટે તેમણે મોજશોખનાં સાધને બહાર પાડવાં શરૂ કર્યા. આજે લેકજીવનમાં ખાસ કરીને શહેરોનાં જીવનમાં મોજશોખને ઝડપી વધારો થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com