________________
૨૩૩
અગાઉ આપણે ચર્ચા ગયા છીએ તેમ તેની શુદ્ધિ અને પુષ્ટિને કાર્યક્રમ અપનાવતાં ધમમય સમાજરચના માટે જરૂર તે મેટું બળ બની શકે.
તે સિવાય કોમવાદી પક્ષેને કોઈ પણ રીતે ઉત્તેજન ન મળવું જોઈએ નહીંતર તેનાં માઠાં પરિણામો ભોગવવા પડશે. કોમવાદને રાજ્ય નહીં દાબી શકે પણ લે કે, સેવકો અને તેનાં સંગઠને દાબી શકશે. પ્રાંતવાદ કે ક્ષેત્રવાદ સાથે હાથ મેળવવામાં કોંગ્રેસના કેટલાયે લેકેએ મહારાષ્ટ્ર, કેરલ વગેરેમાં ભૂલ કરી છે પણ કોગ્રેસને પાછળથી તે ભૂલ સમજાઈ છે અને તેને સમાજવાદ સિવાયનાં બળો કે પક્ષો સાથે હાથ ન મેળવવાને અંતિમ નિર્ણય આવકારદાયક છે. આજે તો મુનિ શ્રી સંતબાલજી કહે છે તેમ તેને પૂરક-પ્રેરક બળ આપીને સદ્ધર બનાવવી જરૂરી છે. જેથી તે દેશ અને વિશ્વમાં અને ખું કામ કરી શકે અને તેની સાથે અનુબંધ વિચારધારાનું અનુસંધાન થતાં તે દેશ અને દુનિયાને આશીર્વાદરૂપ નીવડશે.”
શ્રી બળવંતભાઈ : “ સત્તા ઉપર આવ્યા બાદ કોંગ્રેસમાં કેટલીક નબળાઈએ આવી છે તેથી તેનો અસતેષ વળે છે તેમ માનવાને સબળ કારણે આ પ્રમાણે ગણાવી શકાય :-(૧) કોંગ્રેસ વાટ માટે નચિંત ન હેઈને તેને ઘણુ વાર ધ્યેય વિરૂદ્ધ પણ બાંધછોડ કરવી પડે છે. (૨) અમલદારો મૂળે જૂની સરકારના અને તંત્રમાં બધા પ્રકારના લોકે છે. તે કોગ્રેસને વફાદાર નથી એટલે તેઓ પિતાની તુમાખી ચલાવે છે; લાંચ લેવાનું વધ્યું છે. પરિણામે લેકશા ઘટી રહી છે. (૩) તેણે આર્થિક, સામાજિક, શૈક્ષણિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં માથું ન મારવું જોઈએ. પણ નૈતિક લોક ગઠને તેમ જ
કસેવક સંગઠનેને તે સોંપવાં જોઈએ. તે પણ બધું જાતે કરવા જાય છે પરિણામે તેના માટે આ બધું કાર્ય અમર્યાદિત બની જાય છે અને શાસનમાં સડે, સ્વછંદતા તેમ જ તુમાખી વધારે પ્રવેશે છે. (૪) સનાનું વિકેંદ્રિકરણ કરી તેણે એ ક્ષેત્રે સત્તાથી દૂર રહેવા
મછતા સેવાભાવી કાર્યકરોને સોંપવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com