________________
૨૩૨
સેવા હોવા છતાં આજે ધન અને પ્રતિષ્ઠા તેમ જ સત્તાની લાલસા વધારે દેખાય છે તેની પછવાડે તેમની રાજકીય ક્ષેત્રે ઉદાસીનતા જ કારણરૂપ છે એમ માનવું રહ્યું. તે ખંખેરીને પ્રજા વડે શુદ્ધિ અને પુષ્ટિનો માર્ગ અપનાવવામાં આવે તે ભારતની પ્રજામાં ઊંડે ઊંડે જે ખમીર તત્વ પડ્યું છે તે ફરી પાછું નવ પલવિત થઈ જાય. આ વાત ઘરથી માંડીને ઠેઠ જગત લગી લઈ જવી પડશે.
ભારત સામે જગત મીટ માંડીને બેઠું છે. એટલે તેણે કલ્યાણકારી સમાજવાદી લોકશાહી જેના પાયામાં ન્યાય–નીતિ તેમ જ સત્ય, અહિંસા હેય, તરફ આગેકદમ કરવાં પડશે. ગાંધીજીએ જગતને દક્ષિણ આફ્રિકામાંથી સત્ય-અહિસાનાં નવાં મૂલ્ય બતાવ્યાં હતાં. સ્વરાજ્ય આવ્યા બાદ તેમાં કમી આવી છે તે જે પ્રજા, પ્રજાસેવક અને સંતો મળીને કાર્ય કરે તે રાજકીય પક્ષોમાં તેમાંય ખાસ કરીને કોંગ્રેસમાં ધરમૂળથી સુધારો થઈ શકે તેમ છે. તે કરવાની આજના યુગ પહેલી જરૂર છે.”
પૂ. દંડી સ્વામીઃ હવે તે અમારા કરપાત્રીજી જેવા સંન્યાસીને પણ રાજકારણની નદીને માપવાની ઈચ્છા થઈ છે. કેટલાક વર્ષથી એને તરવાને પ્રયત્ન કરે છે પણ તરવાને બદલે તે ડૂબતા વધારે નજરે ચડી રહ્યા છે.
અત્યારના રાજકીય પક્ષમાં તો કેગ્રેસ જ પીઢ છે કારણકે તેણે અનેક તડકા-છાયાં જોઈ કાઢ્યા છે. બ્રિટીશરો સામે લડીને તેણે હિંમત કેળવી છે. તેને સ્વરાજ્ય પહેલાંને ૬૨ વર્ષને તપ-ત્યાગને ઈતિહાસ છે. સ્વરાજ્ય બાદ ભય અને પ્રલોભને વચ્ચે તે વિશ્વમાં સક્રિય તટસ્થતાની નીતિને ટકાવી શકી છે. ગોવા, કાશ્મીર અને ચીન એ ત્રણેયના આક્રમણના પ્રશ્નમાં પણ તેણે એ સિદ્ધાંત અંગે કેટલી બધી કાળજી રાખી છે? જો કે તેણે સત્તા આવતાં દરેક બાબતે રાજ્ય વડે થઈ શકે એમ રવીકારી ઘણું ક્ષેત્રમાં દખલગીરી શરૂ કરી છે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com