________________
વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ
ઈતિહાસ ૧: વિશ્વઈતિહાસની ભૂમિકા ] [ મુનિ નેમિચંદ્રજી
વિકાસ ઈચ્છનાર માણસ માટે ઈતિહાસનું જ્ઞાન જરૂરી છે. આપણે પ્રાણીમાત્ર સાથે આપણે સંબંધ સ્વીકારીએ છીએ તે આ દુનિયા કે વિશ્વને ઈતિહાસ આપણે ન જાણીએ તે તેને વગર વિકાસ સાધવાની પ્રેરણા આપણને નહીં મળી શકે. ઈતિહાસ ભવિષ્યની પ્રેરણા અને માર્ગદર્શન અને આપે છે.
કોઈને થશે કે આધ્યાત્મિક જ્ઞાન માટે ઈતિહાસની શી જરૂર છે? પણ કયા રાષ્ટ્રની પ્રજ, કેટલા વર્ષ અગાઉ આધ્યાત્મિક માર્ગે ગઈ, તેણે કયાં કયાં સાધનો વાપર્યા; એ જાણવું જરૂરી છે. કેવળ ઇતિહાસ જ નહીં, વિશ્વદર્શનનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે ભૂળ છે, વિજ્ઞાન છે, રાજનીતિ છે, અર્થકારણ છે, એ બધાનું જ્ઞાન પણ આવશ્યક બને છે. જડ શું છે? ચેતન શું છે? વગેરે બાબતોને તેમજ અલગ- અલગ દેશને અને તેની પ્રજાને તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.
તે ઉપરાંત ઈતિહાસનું જ્ઞાન સંસ્કૃતિની રક્ષા માટે પણ જરૂરી છે. સંસ્કૃતિમાં સાતત્ય-રક્ષાની વાત આવે છે. તેને અર્થ એ થાય છે કે જનાં સાચાં મૂલ્યો છે તેનું રક્ષણ કરવું. જો તેમ ન થાય તે વિકાસ અટકી જશે. પ્રવૃત્તિ કરતાં કરતાં પણ પ્રેમનું ભાન રાખવું જોઈએ. બેય ન હોય તે ખોટાં મૂલ્ય સ્થપાઈ જાય. એટલે બેય માટે પણ ઇતિહાસ જાણવું જરૂરી છે.
જૈન શાસ્ત્રોમાં ચાર અનુણ બતાવવામાં આવ્યા છે. તેમાં ધામ પાનામાં પણ એક છે. આ ચારે પગેને ધર્મ સાથે સંબંધ છે અને ધર્મ જીવન વિકાસ માટે ઉપયોગી તત્વ છે. ધર્મકથા માત્ર સાભળવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com