________________
૧૮૯
ચર્ચા-વિચારણું શ્રી પૂંજાભાઈ: "ભૌતિક વિજ્ઞાનીઓએ જગતને અનેક સુખસગવડે આપીને જગત ઉપર એક અર્થમાં ઉપકાર કર્યો છે. સુખસગવડ વધતાં સંયમ ઘટયો છે તે પણ હકીકત છે. એ દૃષ્ટિએ ભારતના સમાજ વિજ્ઞાનીઓ તેમજ ઋષિ-મુનિઓ આપણું ધ્યાન વધુ ખેંચે છે. તેમણે યમ, નિયમ સંયમ વડે, તન, મન અને ચેતનને જે વ્યાયામ દેખાડ્યો છે તે શ્રેષ્ઠ છે.
વિજ્ઞાનની ઘણી વાતો સ્વાભાવિક રીતે વિકસી છે. મુશ્કેલીને માર્ગ બન્યો અને વિકાસ થયે. ભેંસનું બચ્ચું મરી જાય તે બીજી રીતે દેવી. ગાય, ભેંસના બચ્ચાં એક બીજાને ધાવીને મેટાં થાય; આ બધું પણ એક પ્રકારનું વિજ્ઞાન છે. તેના વડે પશુઓને ઉપયોગી બનાવી શકાય છે. આસામલી ગામમાં ૪૦-૫૦ ભરવાડનાં નેસડાને એક ઝાપ. ખુલ્લા મેદાનમાં હજારેક ગાય-ભેસે; પણ જેનું નામ પડે તે જ ઊભ થાય-આમ પશુને કેળવી શકાય તે પણ વિજ્ઞાન છે-સહેજ આત્મીયતા દેખાડવી ત્યાં જરૂરી છે.
લાકડું તર્યું એ ઉપરથી તરાપાં અને વહાણ પછી મોટા આજના જહાજોને વિકાસ થશે. ખેતીમાં ખાવાલાયક ધાન્યની ખેતી એ પણ ક્રમિક વિજ્ઞાનના ફળે થયું. એ જ રીતે લુહાર, સુથાર, દરજી, મેચી દરેકને ધંધે એક પ્રકારની વિજ્ઞાનની શોધના પ્રારંભમાંથી જ શરૂ થયું હતું. એટલે આજનું વિજ્ઞાન એ માણસજાતની એક સતત રહેલી વૃત્તિ કે સુખ-સગવડ વધારવી તેનું પરિણામ છે, રશિયા અને અમેરિકાએ તેમાં ફાળો આપે છે પણ તે વિજ્ઞાન તે આખા વિશ્વના માનવસમાજના વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે એમ માનવું રહ્યું.”
પૂ. દંડી સ્વામી : “વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન ! બ્રાહ્મણના લક્ષણમાં પણ જ્ઞાન-વિજ્ઞાનને એથી સમાવેશ કરવામાં આવ્યો છે. જગતના બે તો લઇએ જડ અને ચેતન, પ્રતિ કે પુરૂષ! આત્માનું જ્ઞાન વિજ્ઞાન ના સાધને વગર પણ થઇ શકે છે જ્યારે જાના
. ડીસાનને એથી તન, 'ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com