________________
૧૮૮
આમ તે ભૂતકાળમાં ભારતમાં સંહારક શસ્ત્રો હતાં, વૈજ્ઞાનિક સાધને હતાં. પણ ત્યારે ક્ષત્રિયો ઉપર બ્રાહ્મણને અંકુશ રહ્યો તે તેને સદુપયોગ થયો છે. રામે રાવણ તેમજ વાલીના ભાગરધાન અને સરમુખત્યારશાહી રાજ્યનો અંત કરવા શસ્ત્રો ચલાવ્યાં હતાં. હનુમાને જડીબુટ્ટી લાવવા તેમજ રામના દૂત બનીને જવા માટે વિજ્ઞાનને ઉપયોગ કર્યો હતો. ત્યારે રાવણે સીતા હરણ કરવામાં અને મેઘનાદે યુદ્ધ કરવામાં તેને ઉપયોગ કર્યો. આમ વિજ્ઞાન ધર્મના પાયા ઉપર રહે તે જોવાનું છે. જે રાજ્ય સત્તા કે સ્વાર્થ તેની સાથે રહે તે તે સર્જનના બદલે વિનાશનું કારણ બને છે.
એક અણુબમ ફૂટયો-એણે દશ લાખની વસતિને ઉજજડ કરી નાખી. એના નિર્માણમાં પૃથ્વીની વસતિને રોજ બે ટંકનું જમણુ મળી શકે એટલો ખર્ચ થાય છે. પણ આજ લગી મળતા આંકડા પ્રમાણે અણુબમ ફૂટે તે દિવસથી સરેરાશ એક બેમ ફોડી શકાય તેટલા બમનું નિર્માણ થયું છે, તેથી માનવજાતિને વિકાસ અટકો છે એટલું જ નહીં, તે સતત ભય અને ત્રાસ નીચે જીવી રહી છે, તે ઉપરાંત પણ આજે એ પ્રશ્નવિરામ તો ઊભો છે કે એક મેગાટન બમ ફૂટે તે કદાચ રશિયાને (પંદર કરોડ માણસોને) નાશ થાય કે કદાચ અમેરિકાને નાશ થાય અને પછી પિતાને પણ નાશ થવાનું જ છે. પછી કઈ માનવજાતિ ઉપર સાચું રાજ્ય ચાલી શકશે કે વિચારોને પ્રભાવ લાદી શકાશે? એનો ઉત્તર ટુંકમાં એજ આપી શકાય કે માનવે પ્રયત્ન કરીને પણ ધર્મના પાયા ઉપર વિજ્ઞાનને આણવું પડશે તે જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com