________________
૧૭૪
ખ્યાલ એના ઉપરથી આવશે કે જે ૬૦૦ માઈલ દર કલાકે ઉડતા જેટ વિમાનને ત્યાં પહોંચતા ૧૮ વર્ષ લાગશે. એટલે કે તે ૮૩૦ લાખ માઇલ દૂર છે. સૂર્યની અંદરના ભાગ અનુમાનથી પ્રવાહી કે ગેસમય હેવો જોઈએ કારણકે તે વિષુવવૃત્ત રેખાની બન્ને બાજુના શેષ ભાગે ઉપર ધીમે ધીમે નાચે છે. નકકર કે ધન પદાર્થમાં એ ધર્મ હોવાને સંભવ ઓછો છે. સૂર્યની સપાટી ઉપરનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ૨૭ ઘણું વધારે છે. સૂર્યના અંદરના ભાગમાં જેમ જેમ વધતા જઈએ તેમ તેમ તાપ વધતો જાય છે. તેના કેંદ્રને તાપ ૪૦૦ લાખ ડીગ્રી અનુમાનથી છે. સૂર્યને વ્યાસ ૧૦૦ વર્ષનાં લગભગ ૪ માઈલ સંકુચિત થઈ રહ્યો છે. સૂર્યના વધારે તાપના કારણે તેની અંદરના પદાર્થના પરમાણું તૂટી જાય છે. એક દિવસમાં સરેરાશ ૩૫ લાખ ટન ભાર ઓછો થાય છે, પણ એથી કેટલાયે લાખ વર્ષો સુધી એને ભાર ગણનાપાત્ર રીતે જરીકે ઓછો થવાને નથી.
કરોડ વર્ષો પહેલાં જ્યારે સૂર્ય પિતાના માર્ગે ચાલી રહ્યો હતો ત્યારે કોઈ એક તારો સૂર્યની નજીક આવી ગયો અને એક ભયંકર અકસ્માત થયો. જેથી સૂર્યના પદાર્થમાં ભયંકર મોજાં ઉછળવા લાગ્યાં. કેટલેક પદાર્થ સૂર્યથી બહાર નીકળી ગયે; કંઈક છેટે છટકી ગયો એ જ પદાર્થના છાંટા-ટુકડાથી ગ્રહ બન્યા. આવા ગ્રહ નવ છે. તેઓ સૂર્યની ચારે બાજુ અંદર અને બહાર પરિક્રમા કરે છે. અંદરના સમૂહમાં બુધ (Mercury), શુક્ર (Venus), પૃથ્વી (Earth) અને મંગળ (Mars) છે. બહારના સમૂહમાં બૃહસ્પતિ (Jupoter), શનિ (Satarn) વારૂણી (Uranus), વરૂણ (Naptune) અને યમ (Plato) છે. ગ્રહોની વચ્ચેના સ્થાનમાં અવાંતર ગ્રહ છે જે સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તેવા હજુ ૫૦૦ જણાયા છે.
અંદરના ગ્રહોમાં બુધ, સૂર્યથી સૌથી વધારે નજીક છે. પૂર્વમાં સૂર્યાસ્ત સમયે કે ઉષાકાળમાં તે દેખાય છે. સૂર્યની નજીક હોવાથી સરળતાથી તેને જોઈ શકાતો નથી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com