________________
૧૭૨
અવશેષ હાડપિંજરો હોય છે. જુદા જુદા કોલસાના જામેલા ખડકો આ શ્રેણીમાં આવે છે.
(૪) રાસાયણિક ખડકે : રાસાયણિક પ્રક્રિયાઓ વડે બનતા ખડકોનો આમાં સમાવેશ થાય છે. કેટલાક સરોવરોમાં ખનીજોના મશ્રણથી પાણી વરાળ રૂપે બને છે પણ ઠરી જવાથી તેના લવણે જામી જાય છે. જીસમ, સેંધવ તેમજ મીઠા જેવા કલોરાઈડના ખડકો આવી રીતે તૈયાર થાય છે.
(૫) આગ્નેય ખડકો: પૃથ્વીના પેટાળમાં લાવા નામનો પ્રવાહી રસ છે તે જામી જતાં આગ્નેય ખડકો બને છે. તેમાં જ્વાળામુખી અને ટ્યૂટોનિક એ બન્ને પ્રકારના ખડકે હેય છે.
(૬) રૂપાંતરિક ખડકો : હિમાલય અને આપસ જેવા પહાડની ટોચે અમૂક દ્રવ્યો જામી જતાં વિશેષ પ્રકારના ખડકો બને છે તેને રૂપાંતરિક ખડક કહેવાય છે. આ ખડકો પૃથ્વીની સપાટીએ થયેલ પરિવર્તને તેમજ તલછટી અને આગ્નેય ખડકો વડે બને છે. એમાં આરસના પથરે, ચૂનાના પથરે તથા રેતીના પત્થરો બને છે.
બાલૂ, ચૂનો, ચીકણી માટી, વગેરે પણ પૃથ્વીના પેટાળામાં મળે છે. તેને ઉપયોગ કે મકાન બાંધવામાં કરે છે.
પૃથ્વીના પેટાળામાં ખાસ કરીને તલછટી ખડકોમાં પ્રાગૈતિહાસિક કાળના જીવોના અવશેષો હાડકાં, છીપ કે દાંત, ઝાડનાં મૂળો, કાળો, પાંદડા તથા કયારેક છનાં શરીરનાં માળખાં મળે છે. એને અંગ્રેજીમાં ફિસિલ્સ કહેવામાં આવે છે. આપણે તેને અશ્મીભૂત અવશેષ કહી શકીએ
છીએ. આ બધા ફેસિલ્સને ઉપયોગ ભૂગર્ભ વિશારદે માટે જૂના સિક્કા કે મહેર જેમ મહત્ત્વપૂર્ણ છે. આ સાધન વડે ખડકોની ઉંમર અને વર્ગીકરણ કરવામાં આવે છે. જીવન વિકાસના સિદ્ધાંતની પુષ્ટિ પણ આ ફેસિલ્સ વડે થાય છે. પ્રાગૈતિહાસિક કાળની ભૂગોળનું જ્ઞાન પણ થાય છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com