________________
૧૨. વિશ્વવિજ્ઞાનની ઝાંખી – ૨ વિજ્ઞાનની અન્ય શાખાઓ ] [ મુનિશ્રી નેમિચંદ્રજી
[ આ અગાઉના પ્રવચનમાં શ્રી માટલિયાજીએ પદાર્થ વિજ્ઞાન, રાસાયણિક-વિજ્ઞાન તેમ જ ડાંક અંશે જીવવિજ્ઞાનની છણાવટ કરી હતી. તેના સંદર્ભમાં આગળ માટે મુનિશ્રી નેમિચંદ્રજીનું પ્રવચન છે. ]
ભૌતિક વિજ્ઞાનના બે અંગે બાકી રહે છે. (૧) ભૂગર્ભ વિજ્ઞાન અને (૨) જ્યોતિષ વિજ્ઞાન. આ બન્ને ઉપર ટુંકાણમાં આપણે અત્રે વિચારીએ.
(૪) ભૂગર્ભ વિજ્ઞાન ભારતમાં કેટલાક લોકે ભૂગર્ભ વિદ્યાના જાણકાર હતા. તેઓ પૃથ્વીના પેટાળામાં કંઈ વસ્તુ છે તે બતાવી શકતા હતા. પણ તે બધું અનુમાન ઉપરથી થતું. આજે પણ ઘણા લેકે કહે છે કે અહીં કુવો ખોદશો તે મીઠું કે ખારું પાણી નીકળશે. પણ વ્યવસ્થિત રીતે ભૂગર્ભ-વિદ્યાનું શાસ્ત્ર પશ્ચિમમાં રચાયું અને ત્યાંના વૈજ્ઞાનિકેએ તેને અભ્યાસ કર્યો. હવે તે ભારતમાં પણ વ્યવસ્થિત રીતે ભૂગર્ભ વિજ્ઞાન (Geology)ને અભ્યાસ તે જ ધોરણે થાય છે. હમણું ખંભાત અને અંક્લેશ્વરમાં તેલના જે કુવા નીકળ્યા તેની પાછળ ભૂગર્ભ વિદ્યાવિશારદાનું જ અનુમાન હતું.
ભૂગર્ભ વિદ્યામાં કંઈ વસ્તુઓની જાણકારી કરવાની હેય છે અને તેથી શું લાભ છે તે વિષે વિચાર કરીએ. એ વિદ્યામાં જુદી જુદી જાતની પૃથ્વીના પેટાળામાં રહેલી પાર્થિવ વસ્તુઓની શોધ અને તેના ઉપગને સમાવેશ થાય છે.
પૃથ્વી એકવાર બળાતે આગને ગોળો હતો એમ માનવામાં આવે છે. ધીમે ધીમે તે રાશિ-ગેળે ઉપરથી દડે થતા ગયા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com