________________
૧૬૭
છે. દરેક પાણીમાં આત્મા સમાન છે અને તેથી જીવ સૃષ્ટિ માનવના ઉપભોગ માટે નહીં પણ માનવજાતને સ્વ–પર કલ્યાણની તક આપવા માટે છે એમ ભારતના તત્વજ્ઞાનીઓ કહે છે. તેથી જ બધું કળા, સાહિત્ય, સૌંદર્ય, ચારિત્ર્ય માટે છે. પ્રથમ (૧) સુષુપ્ત સૃષ્ટિ, પછી (૨) ચર સૃષ્ટિ, પછી (૩) મૈથુની સૃષ્ટિ પછી (૪) મનઃસૃષ્ટિ અને છેવટે (૫) દિવ્ય સુષ્ટિ આવવી જોઈએ. શ્રી અરવિંદ ભારતીય તત્વજ્ઞાનને આજના વૈજ્ઞાનિક ઢબે ઉપર પ્રમાણે મૂકે છે, ત્યારે વિજ્ઞાનીઓ હજુ પાપા પગલી કરતાં જ લાગે છે.
જ્યાં સુધી વિજ્ઞાની આધ્યાત્મને પાયા રૂપે સ્વીકારી જીવસૃષ્ટિના સમાન આત્માને સ્વીકાર નહીં કરે ત્યાં લગી વિજ્ઞાન માણસજાત માટે કે જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી થવાને બદલે, વિનાશકારી વધારે સિદ્ધ થશે એમ મારું વિનમ્ર માનવું છે.
ચર્ચા-વિચારણું શ્રી પુજાભાઈએ ચર્ચાને પ્રારંભ કર્યો: “માનવ લગી તત્વજ્ઞાની અને વિજ્ઞાનીને ક્રમ શ્રી માટલિયાએ મૂક્યો. આ વિષય ગહન છે; અને ખૂબ છાવટ માગે છે. હું માનવસમાજના વિજ્ઞાનની વાત કરું છું.
માણસનું સર્જન કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે તેમાં તે શંકા નથી. માનવને પિતાને સ્વકીય પુરૂષાર્થ વધારે તક મળે તે માટે તે સર્જાયે છે. સપ અને સિંહને પોતાની પાસે રક્ષાના સાધન છે. પણ પોતાના રક્ષણ માટે માનવે પોતાની બુદ્ધિથી સાધને શેખ્યાં છે. જ્યારે સર્વપ્રથમ પિતાના રક્ષણ માટે માનવે સિંહ કે સાપ ઉપર પથ્થર ફેંકયે હશે ત્યારે એને વિજ્ઞાનની શોધ તરીકે બિરદવામાં આવી હશે. તેણે પથર ઉપાડ્યો ત્યાર પછી તેને સવરક્ષણ માટે સામે જાતે જવું ન પડ્યું. ત્યાર સપ-સિંહને સીધું સામે આવવું પડે છે. આ પ્રક્રિયા માનવબુલિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com