________________
૧૬૬
રામ પર
અપી,
તે
વિજ્ઞાનીઓ સાથે તરવજ્ઞાનીને મેળ વરાહ લગી તે મળે છે. પણ, પછી ભારતના તત્ત્વજ્ઞાનીઓ સિંહ, ઘેડે, હરણ વગેરે અને તેમાંયે સિંહ પછી નર પેદા થાય છે એમ પુરાણમાં નૃસિંહ અવતાર રૂપે માને છે. ત્યારે વિજ્ઞાનીઓ ભૂંડ પછી વાંદરાને કલ્પી, વાનરજાતિ ઉપરથી નરજાતિ થઈ હોય એમ અનુમાન તારવે છે. ખરી રીતે તો ભૂંડ પછી બધી પશુ–પંખીઓની જાતિ અને માનવજાતિ બધી એક સાથે જન્મી હોય તે સ્વાભાવિક છે.
એ દષ્ટિએ જોતાં જૈન તત્ત્વજ્ઞાનની વાત વધારે બંધબેસતી આવે છે. જૈન તત્વજ્ઞાનમાં સંસી (મનવાળાં) સાથે પશુ-પંખી વગેરે તિર્યંચ અને બીજી બાજુ મનુષ્ય વગેરે આવે છે. આ ઋત (વૈદિક પરિભાષા પ્રમાણે)ના કારણે સુષુપ્ત શરીરમાં પણ ઊંડે ઊંડે મન અને ચેતન પડેલાં છે. જવા, છમાસે દોઢ ફૂટ ઊડેથી પાછું ખેંચી ઊનાળામાં જીવી શકે છે. તીડ, ઉધઈ વગેરે પિતાના ઇંડા-ઊંડે નાખીને જાતે ટકે છે અને પિતાનાંને ટકાવે છે. કીડીઓ વગેરે પરિસ્થિતિ બદલી શકે છે. કાયાકલ્પ કરી શકે છે. એટલે કે પ્રકૃતિ પ્રમાણે લીલા કરવાની છવમાં શકિત છે.
(૨) ચિત-ચિત્તરૂપ શક્તિ હેવાથી જ તેની ક્રાંત દષ્ટિ અને અવનવી સ્મૃતિઓ આવી શકે છે. જ્ઞાનવિકાસ થઈ શકે છે.
(૩) આનંદએ જ રીતે તે આનંદ સ્વરૂપ હોઈ દરેક સ્થિતિમાં આનંદપૂર્વક જીવી શકે છે.
આમ જોઈ શકાશે કે વિજ્ઞાનીઓ કરતાં તત્વજ્ઞાનીઓ આગળ છે. તેથી જ તત્ત્વજ્ઞાનીઓએ વિજ્ઞાનનો ઉપયોગ જરૂર કર્યો છે પણ તેનો સંબંધ ધર્મ કે આધ્યાત્મ સાથે જોડીને જ. ત્યારે વિજ્ઞાનીઓ હજુ આત્માની સત-ચિત્—આનંદની શકિતઓ જાણી શક્યા ન હેઈને, પ્રાણી માત્રમાં માનવ જેવી શકિતઓ સુષુપ્ત રૂપે પડેલી છે તેમ માનવાને તૈયાર થતા નથી. તેઓ માણસને નિરાળો પાડીને એની શક્તિઓની વૈજ્ઞાનિક શોધ ચલાવે છે. માનસશાસ્ત્રને લગતાં સંશોધનો એનું પ્રમાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com