________________
૧૫૭
આજે મેટામાં મોટો ડર એ છે કે વિજ્ઞાન એજ રીતે એક ડગલું આગળ વધે તે જેમ બીજા પ્રાણીઓમાં આત્મા નથી તેમ મનુષ્યમાં પણ નથી એમ માનતું થઈ શકે છે. જેમ વિજળીમાં પાવર હેય ત્યાં સુધી ચાલે અને પાવર ખૂટતાં બંધ થઈ જાય, તેમ માણસમાં પણ પંચ ભૌતિક તત્વની શક્તિ ખૂટતાં એનું શરીર ન થઈ જાય અને આત્મા પણ તેની સાથે ખલાસ થઈ જાય છે એ માન્યતા કેટલાક વિજ્ઞાનિકોએ શરૂ કરી છે. પણ, એ માન્યતાનો વિકાસ થયો નથી.
ભારતના તત્વચિંતકોએ જીવમાત્રમાં ચૈતન્ય માની બધા જીવો સાથે એક્તા સાધી છે. બધા પોતાને આધ્યાત્મિક વિકાસ સાધી શકે, ભલે યોનિઓ બદલવી પડે. એટલે અહીં અધ્યાત્મજ્ઞાન એજ વિજ્ઞાન કહેવાતું, બાકીનાને દ્રવ્યગુણનું જ્ઞાન પાયાનું વિજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાન છે; બાકીનું ભૌતિક જ્ઞાન એની મદદે આવે છે. મુખ્ય વસ્તુ તે આત્માને જાણ આત્મ સાક્ષાત્કાર કરે એજ રહી છે. તેથી જ તે અહી ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો ઉપર આગળ જતાં વિશેષ ધ્યાન અપાયું નથી. પશ્ચિમના વિજ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-કર્મ વાળું ભૌતિક વિજ્ઞાન જ મુખ્ય રહ્યું છે. એ બે વચ્ચે પાયાને ફરક જાણી લેવું જોઈએ. પૂર્વનું ભારતીય વિજ્ઞાન આધ્યાત્મિક વિજ્ઞાનને પાયે ગણે છે જયારે પશ્ચિમમાં વસ્તુઓનાં વિજ્ઞાનને પાયે ગણે છે. બાકીનાને અકસ્માત બનેલી વસ્તુઓ ગણે છે.
(૧) પદાર્થ-વિજ્ઞાન આજે પશ્ચિમના વિજ્ઞાન વિષે વિચાર કરે છે. વિશ્વમાં સમગ્રપણે ત્રણ વસ્તુઓ દેખાય છે. (૧) પદાર્થ (Matta) (૨) શક્તિ (Energy ) અને ૩) જીવન (Life) એને જ ભારતીય દર્શન, બીજ ચામાં પદાર્થ, શક્તિ અને ચૈતન્ય માને છે. જીવનને વૈજ્ઞાનિક ઉમિજ પરસેવાથી ઉત્પન્ન થયેલું માને છે. આપણે ત્યાં જૈને એને બરાયુજ, અંડજ અને વેદજ (પિતે જ) માને છે. સંગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com