________________
૧૫૬
અને એમ કહ્યું કે બાઈબલની જે વાત પ્રત્યક્ષની કચેરી ઉપર ખરી ઉતરે તે જ માનવી. ઈસ્લામમાં પણ વિજ્ઞાન અને દર્શન મેળ ન બેઠે તેનું વિજ્ઞાન સ્થાપત્ય, કળા, કારીગરી સુધી વિકસ્યું પણ તેને રૂહ (આત્મા) દર્શન સાથે સંબંધ ન બને. ભૌતિક જ્ઞાન :
આજનું વિજ્ઞાન, દર્શનથી બે વાતે જુદું પડી જાય છે. તેમણે કેવળ જડ દ્રવ્યનાં પરિશુધન સુધી પિતાનું ક્ષેત્ર માન્યું અને ઘણું ઘણું તે તે દ્રવ્ય અને મન સુધી પહોંચ્યું છે. એનું મુખ્ય કારણ પશ્ચિમમાં બાઈબલના વાક્યોને સત્ય માનવાની પરિપાટી હતી. તે પ્રમાણે બાઈબલમાં કહ્યું : “Cow has no soul” (ગાયને આત્મા નથી) એટલે પરંપરા એ મળી કે માણસ સિવાય બીજા કોઈનામાં ચેતન નથી. એટલે “ચેતન” કે “જીવ'નું જેટલું પૃથક્કરણ કે અન્વેષણ થવું જોઈએ, તેટલું ન થયું. પૂર્વના દાર્શનિકેએ દ્રવ્ય અને ચેતન બનેને સાથે રાખીને શેધ કરી. પરિણામે જે વિજ્ઞાન “વનસ્પતિમાં જીવ છે” તે વીસમી સદીમાં કહી શકાયું. તે ભારતીય દર્શને સદીઓ પહેલાં શધીને રજુ કર્યું હતું.
વિજ્ઞાન એટલે સત્ય શોધનનો પુરુષાર્થ; પણ પશ્ચિમમાં તેને માણસ સિવાય અન્યમાં ચેતન નહીં એની પરંપરા મળી એટલે માણસને અહંરૂપી અજ્ઞાન થયું. તેને થયું કે પિતાના સિવાય બધા છો તેને રમવા કે ઉપભોગ કરવા માટે છે. આ અહંભાવ તેનું ચાલક બળ બન્યું. તેના કારણે તે પ્રપંચમાં પડ્યો. બાકીના પ્રાણીઓને તેણે ઉપભોગ માટે માન્યા. તેથી ત્યાંના માનમાં “આત્મવત્ સર્વ ભૂતેષુ”ની ભાવના ન આવી. માણસનું ખૂન કરવું–મારી નાખવો કે સૂતેલા શત્રુઓને ઠાર કરવા એ પિતાના માની લીધેલા સ્વાર્થ માટે ઉચિત ગણાયું. ત્યાં માનવનો વિકાસ પણ રાસાયણિક પ્રક્રિયાથી થયો.
એ રીતે યુરોપનું વિજ્ઞાન ખીલ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com