________________
૧૧. વિશ્વ-વિજ્ઞાનની ઝાંખી – 1
વિજ્ઞાન અને તત્વજ્ઞાન]
શ્રી દુલેરાય માટલિયા વિજ્ઞાન અને તત્વજ્ઞાન આ બન્ને વિશ્વને જોવા માટેનાં સાધન છે. આ વિશ્વ કેવું છે? એની ઉત્પત્તિ કેમ થઈ? અને આ વિશ્વને નિયતા કોણ છે? એમાં ક્યાં ક્યાં તો છે? આ બધા પ્રશ્નોમાંથી ત્રણ વસ્તુઓ ફલિત થઈ–(૧) જીવન (૨) જગત અને (૩) દ્રવ્ય. (વૈજ્ઞાનિકોની દષ્ટિએ દ્રવ્ય અને તત્ત્વજ્ઞાનીઓની દ્રષ્ટિએ ઈશ્વર). તેને વૈજ્ઞાનિક અને તત્ત્વજ્ઞાનીઓ બન્ને જુએ છે. તત્વજ્ઞાનીઓ ભાવાત્મક એકતાની દષ્ટિએ જુએ છે. “હું અને વિશ્વ એક છીએ.” એ રીતે જોવામાં એને આનંદ મળે છે. જેમ એક કવિ પોતાનાં કાવ્ય સાથે એક ચિત્રકાર પિતાના ચિત્ર સાથે અને એક મા પિતાનાં બાળક સાથે તન્મય થઈ જાય છે અને એકરૂપ થઈ જાય છે તેવી સ્થિતિ તત્ત્વજ્ઞાનીની હોય છે.
ત્યારે વિજ્ઞાની શું કરે છે? તે જગતમાં થોડાંક દ્રવ્ય લઈને એના ઉપર પ્રયોગ કરે છે. એમાંથી થોડેક અનુભવ થાય છે તેને વિચાર કરે છે અને તે પ્રમાણે તેની સિદ્ધિઓ વિજ્ઞાનના વિકાસરૂપે રજૂ કરે છે. તત્વજ્ઞાનીઓ દ્રવ્યના ગુણકર્મને વિચાર કરે છે. એ રીતે બનેમાં ખાસ ફર્ક નથી. વિજ્ઞાની અનુભવજન્ય પ્રયોગ કરે છે; તત્વજ્ઞાની આર્ષદ્રષ્ટા થઈને વિશ્લેષણ કરે છે.
અધ્યાત્મ જ્ઞાન: જેમની આર્ષદષ્ટિ-મંત્રદષ્ટિ કે ઋષિદષ્ટિ-છે, કે વિકસે છે તેઓ ભાવનાથી વિશ્વનાં બધાં તને શું છે; એને વિચાર કરે છે. ભાવનામાંથી આકાશ, પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ, અને અગ્નિ એ બધાં તો નીકળ્યાં. ઋત (સત્ય કે તવ), તેનું ચાલકબળ બન્યું. વૈદિક કાળમાં તત્વજ્ઞાન અને કાવ્ય એ બેયની ગંગા વહેતી થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com