________________
૧૫
એ આશા રાખવી વધારે પડતી ગણાશે કે માણસના પ્રકૃતિકૃત દુઃખો દૂર કર્યા વગર તેના ભૌતિક કે આધ્યાત્મિક સુખને, તે મેળવી શકે. ઘણું કહેશે કે ભૌતિક સુખ સાથે આધ્યામિક સુખને શો સંબંધ? જે સ્વાર્થને પરમાર્થમાં ફેરવવામાં આવે તે આપોઆપ ભૌતિક પોતે જ આધ્યાત્મિક બની જાય છે. ધર્મ સંરકૃતિ, કળા વગેરેને વિકાસ પ્રકૃતિક દુઃખ દૂર ન કરાય ત્યાં લગી કઈ રીતે થાય ?
“ ભૂખે ભજન ન હોઈ ગોપાલ ”—તેમજ “બુશિક્ષિત: કિં ન કતિ પાપ!” એ નીતિ વાક્યોને ગૂઢ અર્થ એમાં જ સમાયેલું છે. મેવાડમાં અગાઉ ભીલ લોકોએ કુદરત સાથે બાથ ભીંડી થોડું મેળવીને રહેવાનું શરૂ કર્યું. પણ તેમાં તટે રહેવા લાગે ત્યાં કોઈ સાધુ કે સાવી પ્રેરણા આપવા ન ગયા. પરિણામે તેઓ શિકાર, ચોરી, લૂંટ વગેરે કુમાર્ગે ચડ્યા. હવે રાજ્ય બાદ પરિસ્થિતિ પલટાતાં વૈજ્ઞાનિક બુદ્ધિ અને સમજ ખીલતાં જાય છે. તેથી તેઓ પણ સુસભ્ય બની રહ્યાં છે.
જે, આખા વિશ્વમાનવસમાજને સુસંસ્કૃત જે હેય તે પ્રાકૃતિક દુઃખને દૂર કર્યું જ છૂટકો. જે દેશોએ આ અંગે ભગીરથ પ્રયાસ કર્યા છે તે અંગે સવારે માટલિયાએ કહ્યું જ છે. બીકાનેરમાં સૂરતગઢ વગેરે સ્થળોમાં વૈજ્ઞાનિક પ્રયોગો સફળ થયા છે. હવે રાજસ્થાનમાં નહેર આવવાથી કળા, સંસ્કૃતિ બધું ખીલશે. એમાં શંકા નથી.”
શ્રી પૂજાભાઈ : ગુજરાતની ભૂગોળને આછો ખ્યાલ આ પ્રમાણે આપી શકાય કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને આંતરિક પાકિસ્તાન તેને સીમાડે લાગેલાં છે. ઉત્તરમાં સાબરકાંઠા અને ઈડર તથા આદિવાસીઓને જોડવા ત્યારના સમાજ માર્ગદર્શકેએ શામળાજીનું મંદિર બનાવ્યું. ઉત્તર પશ્ચિમની બાજુમાં બનાસકાંઠા બન્યાં ધૂળ વગેર વડે ત્યાં ધરણીધર (ડીમા) સ્થળે મંદિર બનાવ્યું. આગળ કચ્છની વચ્ચે કોટેશ્વરનું મંદિર બંધાવ્યું. હાલાજી અને જાડેજાજી બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com