________________
૧૫૦
ચર્ચા-વિચારણું પૂ. દંડી સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સર્વાગી સાધનામાં આર્થિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને અંગત એમ બધા પાસા સામુદાયિક જીવનના આવી જાય છે. એટલે આવા સાધકોએ–ઉપદેશકોએ ઈતિહાસ, ભૂગોળ બન્ને પ્રકારના ભૌતિકઆધ્યાત્મિક વિજ્ઞાન, કર્મગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ તેમ જ યુગાનુયુગ વહેવાર ધર્મ–આ સાતે યે બાબતો પૂરી જાણવી પડશે. એના વગર ઉપદેશ અધૂરો ગણાશે. તેણે વિશ્વના દરેક પાસાં લઈને તેમ જ
જીવનના દરેક ક્ષેત્રમાં ધર્મને પૂટ આપવાનું રહે છે; આ દષ્ટિએ વિશ્વ-ભૂગોળ ઘણું જરૂરી છે.
વનસ્પતિની માનવજીવન ઉપરની અસર અંગે સવારે કહેવામાં આવ્યું જ છે. વનસ્પતિમાં જીવ છે એમ હવે વૈજ્ઞાનિકો પણ માને છે. ભૂગોળ ઉપરાંત ખગોળનું જ્ઞાન પણ હોવું જોઈએ એમ હું માનું છું. કારણ કે આકાશ અને બ્રહ્માંડની અસર પૃથ્વી ઉપર થાય જ છે.
આપણે અવાજ આકાશની મદદથી સાંભળીએ છીએ. દિવાલ આવે ત્યાં હવા જઈ ન શકે. આકાશ એવી હવાને આવવા જવામાં મદદ આપે છે. વેદાંતમાં આકાશ માટે, બ્રહ્મ અને આત્મા જેટલાં વિશેષણે વાપરવામાં આવ્યાં છે. આકાશમાં વ્યાપકપણું છે. ટૂંકમાં ભૂગોળ, ખગોળ, આકાશ અને ઈતિહાસ વ. બધી બાબતોનું જ્ઞાન અનુબંધને અને આપણને ઉપયોગી છે.
પૂ. નેમિમુનિ : દરેક ધર્મો, જૈન, બૌદ્ધ, વૈદિક, પારસી, ખ્રિસ્તી, ઈસ્લામ અને અન્ય, પોતપોતાની રીતે દુઃખને દૂર કરવાને ઉપાય બતાવે છે. આ દુઓમાં પ્રકૃતિકૃત દુઃખ, પરકૃત દુઃખ અને સ્વકૃત દુઃખ આવી જાય છે. આ ત્રણેયને દૂર કરવા માટે સાધકે તે પ્રયત્ન કરવા જ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com