________________
૧૪૬
વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશોમાં બારે માસ વરસાદ પડે છે ત્યાં મોટા જંગલ છે; જંગલી પ્રાણીઓ છે. ત્યાં કશી યે ખેતી થતી ન હતી. સીંગાપુરથી જાવા-સુમાત્રાની આખી પટ્ટી લ્યો. લોકે ત્યાં માંસાહાર અને તેમાં પણ નર માંસાહાર કરતા હતા. તે પ્રદેશમાં આવેલાં જંગલો કાપી નાંખવામાં આવ્યાં. બારેમાસ રહે તેવાં ઝાડો–રમ્બર, કેફી શેરડી વગેરેને પાક બહુ મોટા પ્રમાણમાં થવા લાગ્યો. આવું તપ ત્યાંના લોકોએ કર્યું અને જંગલને મંગળ કર્યું.
કેગમાં તે રહી શકાય તેવી સ્થિતિ ન હતી. ત્યાં જંગલ કાપી મેદાન બનાવ્યું અને યુરેનિયમ જેવી બહુમૂલ્ય ધાતુઓ અને ખનિજની ખાણ નીકળી. પણ બ્રાઝિલ પાસેને જે પ્રદેશ છે તે હજુ જંગલી જ છે.
તપના અભાવે માણસ પ્રકૃતિ કૃત દુઃખ ભોગવે છે. આજે રાજે ભૂગાળના જુદા જુદા સીમાડા બાંધ્યા છે તેના કારણે પ્રકૃતિ અને વિજ્ઞાન હોવા છતાં માણસ અછત અને દુઃખ ભોગવે છે. જે આ સીમાડા દૂર થઈ જાય, વિજ્ઞાનને માનવહીતમાં ઉપયોગ થાય અને માણસ શ્રમનું તપ કરે ને ત્રણ અબજ માણસને ખાવા-પીવાનું તેમજ રહેઠાણુ કપડાં વગેરે બધું મળી શકે.
આપણે વિશ્વાસઘને વિય અને વિશ્વ કુટુંબની દષ્ટિએ વિચાર કરીએ છીએ તેમાં રાજ્યસત્તા વચ્ચે નડે છે. તેના કારણે એક પ્રાંતમાં ધન, અન્ન અને વસ્ત્રોના ઢગલા થાય છે ત્યારે બીજા પ્રાંતમાં રાજ્યસત્તા બીજાના હાથમાં હાઈને ત્યાં માનવ-તપને ઉપયોગ ન થતાં. ત્યાં અછત જણાય છે.
ઘણીવાર ઘણા લોકો પણ કંઈ કરી શક્તા નથી. પેરીના લોકો જે ઘઉં પેદા કરી શકે તે આરબ લોકો ન કરી શકે? તેઓ તો વધારે શ્રમવાન છે પણ ત્યાં રાજ્ય તરફથી તેમને પ્રેરણું મળતી નથી. ઓસ્ટ્રેલિયાના રણમાં એ પ્રદેશના લેકોએ પાતાળના કુવા ખોદાવ્યા, બગીચા બનાવ્યા અને ઘેટાં ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું. એક ઘેટું એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com