________________
૧૪૧
ઉગે છે. મધ્ય એશિયામાં કાળા સમુદ્રથી બાકાશમરેવર સુધી આ પ્રદેશ આવેલ છે, જે આપના નામે ઓળખાય છે. ઉત્તર અમેરિકાના મધ્ય ભાગમાં આવેલા આ પ્રદેશને પેરી અને દક્ષિણ અમેરિકામાં પંપા કહેવામાં આવે છે.
રણની વનસ્પતિઓ : જયાં દશ ઈચ કરતાં પણ ઓછા વરસાદ પડે અને જે પ્રદેશમાં વધારે પડતી બાલું હોય છે તેને રણું કહેવાય છે. પાણીના અભાવે વનસપતિ કુંઠિત થઈ જાય છે. અયનવૃત્તો ઉપર ગરમ ણે આવેલાં છે. અહીં ખજુરી સિવાય કોઈ ખાસ ઝાડ થતુ નથી. કાંટાળા થોર, ખેર, બાવળ જેવાં વૃક્ષ હોય છે. જે ૧૮ માસ સુધી પાણી ન મળે તે યે લીલાંછમ રહે છે. ટુંડા જેવા પ્રદેશમાં પાણી તેમ જ ગરમી બને ઓછી હોવાથી શેવાળ કે નાનાં છેડ ઊગી શકે છે
અન્ય વનસ્પતિઓ : આ ઉપરાંત પહાડો ઉપર જતાં, કમ પ્રમાણે વનસ્પતિ જોવા મળે છે. સમુદ્રને તળિયે પણ વનસ્પતિ નજરે પડે છે. બહુ ઊંડા સાગરોમાં વનસ્પતિ ઓછી હોય છે; છીછરા પાણીમાં વધારે વનસ્પતિ હોય છે. મોવરમાં પણ વનસ્પતિ થાય છે.
પ્રાણીઓ : અનુકૂળ રાક અને પાણી જ્યાં મળે છે ત્યાં પ્રાણીઓ પુષ્કળ જોવા મળે છે. ઝાડ સ્થાનાંતર કરી શકતાં નથી; તેવી જ રીતે પ્રાણીઓ પણ આબોહવાથી ટેવાઈ ગયેલાં હોઈ બીજી જગ્યાએ જવું ઓછું પસંદ કરે છે.
એક કાળે બધા પશુઓ જગલી હશે પણ આજે માણસે તેમને પાળીને ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું છે, તેમ જ ઘણાને શિકાર કર્યો છે. હિંદમાં ગીરના જંગલેનાં સિંહની જાત લગભગ ખલાસ થવા આવી છે.
પ્રાણીઓમાં ઘણા ઘામ ચારો કે વનસ્પતિ ઉપર નભે છે. એ પ્રાણીઓ માણસના ધણું ઉપયોગમાં આવે છે. ઘણાં પશુઓ ઘણાં ઘણાં કામમાં આવે છે. જેમાં ગાય-બળદ, ઘેડા, ઊંટ, હાથી વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com