________________
૧૪૦
વગેરે ઝાડે થાય છે. આ જંગલે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં, મધ્ય તેમજ પશ્ચિમ યુરોપમાં; ચીન અને જાપાનમાં જોવામાં આવે છે. ઘણું સ્થળે તે આ જંગલોને સાફ કરી નાખવામાં આવ્યાં છે.
(૪) શકુદ્રમ જગલે : સમશીતોષ્ણ કટિબંધના ઠંડા ભાગોમાં શંકુ આકારનાં વૃક્ષોનાં જંગલે આવેલાં હોય છે. તેનાં ફળો શંકુ આકારનાં હોય છે. આ પ્રદેશમાં વરસાદ એ છે, ઠંડી વધારે, તેમાંયે બરફ પડે, એટલે વાષ્પીકરણ ઘણું ઓછું થાય. પાંદડાની જગ્યાએ અણીદાર સળીઓ જેવું હોય છે. એનું લાકડું પડ્યું હોય છે. સપુસ, ફર. લાર્ચ, પાઈન વગેરેનાં ઝાડો મુખ્યત્વે થાય છે. કેનેડાના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી ૩ હજાર માઈલના પટામાં આ જાતનું વિશાળ જંગલ છે. સાઈબિરીયાના આ જંગલોને ટેગ કહેવામાં આવે છે. ત્યાં કેનેડા કરતાં વૃક્ષો નાના તેમજ નાની ગાઠાવાળાં હોય છે.
(૫) ભૂમધ્ય સાગરના કિનારાના જંગલેઃ આને ઉષ્ણસમશીતોષ્ણ પ્રદેશનાં જગલે પણ કહી શકાય છે. ભૂમધ્ય સાગર અને ચીન જેવા આબોહવાવાળા પ્રદેશમાં આવાં જંગલો આવેલાં છે. શિયાળામાં થડે વરસાદ થાય છે. તેથી ઝાડ બહુ ઉચા નહીં, પણ ઊંડા મૂળવાળા, પાણીને સંઘરી રાખનાર હોય છે. તેમના પાન ચામડી જેવાં સુંવાળી રુંવાટીવાળાં હોય છે. ઓલિષ, બૂચ, ચેસ્ટનટ, અખરોટ, અંજીર વગેરેના ઝાડો અહીં થાય છે.
ઘાસઃ જ્યાં પાણી ઓછું હોય અને સૂકી ઋતુ વધારે હોય ત્યાં ઝાડ થતાં નથી, પણ જેનું મૂળ ઉપરની સપાટી ઉપર હેય છે તેવું ઘાસ ઊગી નીકળે છે. તે પણ વરસાદ અગાઉ પીળું પડી સુકાઈ જાય છે.
ઘાસનાં પ્રદેશે ઠંડા તેમજ ગરમ બન્ને પ્રકારની આબોહવાવાળા પ્રદેશમાં હોય છે. આફ્રિકાના વિષુવવૃત્તને જંગલની બન્ને બાજુએ જંગલે ઘટતાં જાય છે અને ઊંચું ઘાસ વધતું જાય છે. સમશીતોષ્ણુ કટિબંધના અંદરના ભાગમાં જયાં વરસાદ ઓછો થાય છે ત્યાં ટુંકે ધાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com