________________
૧૦. વિશ્વભૂગોળનું દર્શન
[૧] ભૂગોળ અને જીવન ] [ મુનિશ્રી નેમિચંદ્રજી
ભૂગોળના પાંચ તત્ત્વમાં જમીન, આહવા તેમજ પ્રાકૃતિક પ્રદેશના કારણે માનવજીવન ઉપર કેવી અસર થાય છે તે અંગે અગાઉ વિચારાઈ ગયું છે. બાકીનાં બે તવે છે વનસ્પતિ અને પ્રાણીઓ. વનસ્પતિને આધાર પાણી ઉપર છે અને પાણીને આધાર વાતાવરણ ઉપર છે. એટલે વાતાવરણ અંગે ચર્ચા કરીએ એ ઠીક ગણાશે.
વાતાવરણ: વાતાવરણમાં રહેલી વરાળ અને તેના કારણે થતું વરસાદ એને માનવ જીવન ઉપર એટલો બધે પ્રભાવ છે કે ભારત કરતાં બે ગણે સહારાના રણને પ્રદેશ વસતિ વગરને છે. એવું રખે માનવામાં આવે કે રણમાં વસી ન શકાય, પણ જે રણને પાણીની સગવડ વડે લીલાં કરી શકાય તે ત્યાં પણ વસતિ અને સંપત્તિ સમૃદ્ધ થઈ શકે.
વરાળ : વાતાવરણમાં ભેજ હોય છે. તે ભેજ બનાવતું નથી પણ સંધરે છે. અનુકૂળ તાપમાન થતાં તે વરસે છે; ઝકળ રૂપે પડે છે કે બરફ રૂપે પણ પડે છે. વાતાવરણમાં હમેશાં ઓછાવત્તા પ્રમાણમાં વરાળ રહેલી હોય છે. પૃથ્વીની સપાટીને પણ ભાગ મહાસાગરોએ રોકે છે. સૂર્યની ગરમીથી આ પાણીની વરાળ થાય છે. આ વરાળ વાતાવરણમાં મળી જાય છે અને અદસ્ય રૂપે રહે છે. તે ઉપરાંત જંગલ, વનસ્પતિએ, નદી-નાળાં, સરોવર વગેરે દરેક સ્થળે આ વાષ્પીકરણ (વરાળ બનવાની પ્રક્રિયા) ચાલુ જ રહે છે. આ વરાળ રૂપે હોય છે ત્યાં સુધી જ વાતાવરણમાં રહે છે. તે કરવા લાગે તે વાતાવરણ તેને દૂર કરવાનું ચાલુ કરે છે. ભેજને સંઘરવાનું કામ ગરમી કરે છે. એટલે તાપમાન એ થતાં તે વરસાદ રૂપે વરસે છે. ઉનાળામાં આ વરાળ વધારે સંઘરાય છે પણ શિયાળામાં નજીવી જ સંધરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com