________________
૧૩૪
અંગે સંસ્કૃતિના વિકાસનું ભગીરથ કાર્ય કરવાનું છે. તે સમયસરનું છે અને તે અંગે ભારત અને ગુજરાતે ઘણું કરવાનું છે.
શ્રી ચંચળબેન : ભૂગોળની દ્રષ્ટિએ જોવા જઈએ તે આજે સંસ્કૃતિ વિકાસ માટે ભારત અને એશિયાનું સ્થાન અનોખું છે. ગાંધી અને જવાહરની જેને નેતાગીરી મળી છે તે દેશમાં જગતના પણ મુખ્ય ધર્મો ઉદ્દભવ્યા છે. જેને. બૌદ્ધ અને હિંદુધર્મ તેમણે સંસ્કૃતિને સભર બનાવી છે. એશિયા ખંડ ઈશું તેમજ મહંમદ પયંગબરની જન્મભૂમિ છે. એશિયામાં ભારત સંસ્કૃતિનું ધામ છે, તે જાપાન ઉદ્યોગનું પ્રતિબિંબ છે. ત્યારે બીજી તરફ યુરોપના લોકો ઉદ્યોગી છે. જીવન ધમાલનું છે અને અંત વૈભવ-વિલાસમાં આવે છે. અમેરિકા સમૃદ્ધિશાળી છે. આફ્રિકામાં નાઈલનું પિતાનું સ્થાન છે તેમજ ઉરાંગઉટાંગ વાનરો પણ છે. ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ હોય છે. પણ આ બધાં પિતાનાં બચ્ચાંને સલામતિથી લઈ જાય છે. આમ વિશ્વમાં વિવિધ કક્ષાઓ રહેલી છે. તેમાં વિશ્વ વાત્સલ્ય” એક્તા અને સર્વમાન્ય લોકહિતના કાર્યક્રમો શોધીને આપી રહેલ છે. ભારતે ગાયજ નહીં દરેક મૂક પશુ તરફને આત્મીય પ્રેમ જગતને બતાવ્યો છે. આજે તેને ઘણું કરવાનું છે. ભારત માટે એ કંઈ નવું નથી. જગતને સંસ્કૃતિના રસ્તે ફરી દેવાનું છે.”
પૂ. દંડી સ્વામી : “વનસ્પતિ અને પ્રાણીઓ, જાનવરો વગેરેમાં પણ ભૂગોળને હિસ્સો છે. તે માનવજાત માટે કાં ન હોય! ભારત એ રીતે મહાભાગી છે અને તેની જવાબદારી પણ મેટી છે. સામાન્ય પશુ-પંખીમાં જે જ્ઞાન સમજણું છે તેનાથી માનવમાં વધારે છે. તેના માટે કશુંયે અશક્ય ન હોવું જોઈએ.
આપણે ત્યાં કેટલાક બારોટો હોય છે તે ભૂગોળ-ભટિયા આવે છે. તેને આખી ભૂગોળ મેઢે હેય છે. તે બ્રાહ્મણોને તીર્થ અને સાધુને મહાતીર્થ કહ્યા છે તેમણે કેટલું બધું મથવું જોઈએ? “શિ કુસ્થાન પહાડ છે.” એને અર્થ બીજી રીતે એ પણ થઈ શકે પહાડે વરસાદ નદીના પ્રવાહ અને જીવન-કલ્યાણ આપનારાં શિવરૂપ છે. હિમાલય તો મહાદેવ મહાકલ્યાણકારી હોયજ ને! આમ ભૂગોળ જ્ઞાન વિધવાત્સલ્યના અમલમાં સહાયક અને તે સ્વાભાવિક જ છે. (૨૮-૯-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com