________________
૧૨
આબોહવાના કારણે અલગ પડી જાય છે. ત્યાં ચેખાને પાક થાય છે. ચીનની પ્રાચીન સંસ્કૃતિ અહીં ખીલી હતી.
(૧૧) સેંટ લોરેંસ પ્રકારની આબોહવાના પ્રદેશ : આ પ્રદેશ ઉત્તર અને દક્ષિણમાં ૪૫ થી ૫૦ અક્ષાંશ વચ્ચે આવેલ છે. આબોહવા ઉગ્ર હોય છે. લોકો તંદુરસ્ત હોય છે. આ પ્રદેશના એશિયાઈ દેશો પછાત હતા–મંચુરિયાએ કંઈક પ્રગતિ કરેલી.
આજે વિજ્ઞાનની અસાધારણ પ્રગતિના કારણે કુદરતી કારણે કઈ પણ પ્રદેશના વિકાસમાં અવરોધ રૂપે ઊભી શકતા નથી. વિજ્ઞાને વિકાસમાં મદદ કરવી જોઈએ જેથી અણવિકસિત પ્રદેશો પણ વિકસિત થઈ શકે.
આમ પૃથ્વી ઉપર, જમીન અને આબોહવાના કારણે થતી અસરો અને વિભાગે અંગે ટુંકમાં વિચાર થયો છે. ટુંક સમયમાં વિસ્તૃત ભૂગોળ તે ન વર્ણવી શકાય પણ સાર એ લેવાત છે કે તેની અસરોની જાણકારીથી, માણસ ચેતી શકે છે. ઉપાય કરી શકે છે. આજ સુધી વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને ન વિકસેલાં રાષ્ટ્રોન-પ્રદેશને વિકસિત કર્યા છે; હવે તેનો ઝોક દુનિયાના ભલા માટે વાળવાને છે. માનવ સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે ભારતના ઋષિઓએ જે શોધ કરી છે તેને ઉપયોગ કરવાનું છે. ભૂગોળ વડે જુદી જુદી પ્રાદેશિક વસતિની સંસ્કૃતિને સમન્વય સાધવાને છે.
સાધુ સંસ્થાના ક્રાંતિકારી સભ્યો અને સર્વાગી દષ્ટિવાળા લોકસેવકોની એ જવાબદારી છે કે તેઓ વિધવાત્સલ્યની સાધના માટે ભૂગોળનું જ્ઞાન મેળવી અનુબંધનું જે ભગીરથ કાર્ય છે તેને ઉપાડે અને જ્યાં જે તત્ત્વ ખૂટતું હોય તેની પૂર્તિ કરે. જ્યાં ધર્મ-નીતિની પ્રેરણું આપવાની હોય ત્યાં પ્રેરણા આપે. વિશ્વના વિશાળ ક્ષેત્રમાં વસનારી માનવજાતિની સાથે આત્મીયતા સાથે અને માનવજાતિને અહિંસાનું તત્ત્વ સમજાવી તે દ્વારા સમષ્ટ પ્રત્યે વાત્સલ્યની સાધના સફળ કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com