________________
૧૩૦
આબોહવા તેમ જ જમીનના કારણે જે કુદરતી વિભાગે વિશ્વમાં જેવામાં આવે છે. તે આ પ્રમાણે છે –
(૧) વિષુવવૃત્તનાં જંગલો : દક્ષિણ અમેરિકાની એમેઝન નદીની ખીણ, આફ્રિકામાં કોંગે નદીની ખીણ તથા ગીનીને કિનારે; મલાયા તથા પૂર્વ ઇડીઝ ટાપુઓ અને વિષુવવૃત્તની રેખાની પાસે પાસેના અન્ય પ્રદેશને એમાં સમાવેશ થાય છે. ઉનાળો અને આમ જોવા જઇએ તે આખું વર્ષ વરસાદ પડે. લોકો વૃક્ષ ઉપર ઝૂંપડાં બાંધે. મલાયા સિવાય બધે વસતિ ઓછી છે.
(૨) ઉષ્ણકટિબંધના ઘાસનાં મેદાને : આને સેના પણ કહેવામાં આવે છે. તેમાં દક્ષિણ અમેરિકાની એરિકે નદીની ખીણ કોલંબિયા વગેરે તથા આફ્રિકામાં સુદાન, કેનિયા, યુગાન્ડા, ટાંગાનિકા, રડેશિયા, તથા અંગોલા વગેરે, ઉત્તર અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અહીં ઉનાળામાં વરસાદ પડે છે. મૂળ લોકો કાળા. ગરમી ઠીક ઠીક પડે છે. આ પ્રદેશોનું ભાવિ સારૂં ગણાય છે.
(૩) ગરમ રણુના પ્રદેશો : અમેરિકાનું આટાકામાનું રણ, કેલિફોર્નિયા અને મેકિસકોને ભાગ, આફ્રિકામાં સહરા તથા કલહરીનું રણું. હિંદમાં થરનું રણ-થરપાકર. કચ્છનું રણ. ચીનનું રણ, ઈરાનઅરબસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના રણના ભાગે, પશ્ચિમ તેમ જ મધ્ય ઓસ્ટ્રેલિયાના રણના ભાગોને એમાં સમાવેશ થાય છે. પાણીની તંગી પણ થોડા વરસાદમાં ઘાસ ખૂબ ઉગે એટલે લોકો પશુપાલનને ધધો કરે. શરીર ખડતલ અને લેક તવજ્ઞાની હોય છે. ત્યાં વણજારાપ્રથા વધારે.
(૪) મોસમી પવનના પ્રદેશ : આમાં હિંદ, પાકિસ્તાન, મધ્ય અમેરિકા, માડાગાસ્કર, બ્રહ્મદેશ, હિદી ચીન, દક્ષિણ ચીન, ઓસ્ટ્રેલિયાને ઉત્તર કિનારે, ફિલીપાઈન્સ અને જાપાનને સમાવેશ થાય છે. અહીં દુનિયાની ચોથા ભાગની વસતિ જોવામાં આવે છે અને તે ગીચ રહે છે. લોકો શાંતિપ્રિય હોય છે. ધર્મશ્રદ્ધા હેઈને સંસ્કૃતિ તેમજ સમૃદ્ધિને ખૂબ જ અવકાશ રહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com