________________
૧૨૬
ફળદ્રુપ હોય છે. નદીઓનાં પૂરથી ઘણીવાર કાંપવાળા મેદાને બને છે. જ્યાં નદીઓ ભેખડમાં સકારે વહે છે ત્યાં મેદાન બનતાં જાય છે.
મેદાનની અસર આ પ્રકારે છે –
(૧) મેદાનની જમીન ફળદ્રુપ હેવાથી ત્યાં ખેતી પુષ્કળ થાય છે. તે જમીન પૂરતું પોષણ આપે છે.
(૨) નદીઓ કુદરતી રીતે જળમાર્ગ પૂરો પાડે છે.
(૩) સપાટ પ્રદેશ હોવાથી રે કે સડકે બાંધવામાં ખર્ચે ઓછો આવે છે.
(૪) વાહન વહેવાર વધવાથી વેપાર ખિલે છે અને શહેર બને છે. મોટાભાગના શહેરો મેદાનમાં હોય છે.
(૫) મેદાનના લોકો પહાડી લેકે કરતાં સુંવાળા હોય છે પણ સમૃદ્ધ હોય છે. મેદાનમાં જ્યારે સપાટી ઉપર કોલસો મળી આવે છે તો ત્યાં ઉઘોગ-કારખાનાઓ વધે છે.
(૬) માલની લેવડ-દેવડ સરળ થતાં આચાર-વિચાર અને સંસ્કૃતિની લેવડ-દેવડ સરળ બને છે અને સંસ્કૃતિનું નવસર્જન થાય છે.
(૭) મેદાનોની સમૃદ્ધિઓએ ઘણીવાર પરદેશી આક્રમણને નોતર્યા છે. મધ્ય એશિયામાંથી આવાં આક્રમણે, યુરોપ, મેસેમિયા, ભારત અને ચીન ઉપર થયાં છે.
(૮) તે છતાં પણ તેના લીધે જુદી જુદી નીતિ અને સંસ્કૃતિને સંપર્ક અને સંગમ થાય છે.
આહવા:
આહવા અને હવામાનમાં છેડેક ફર્ક છે. હવામાન એક દિવસનું હોય છે, ત્યારે સરેરાશ એક સરખું રહેતું લાંબા ગાળા માટેનું હવામાન-આબોહવામાં આવે છે. હવામાનમાં આ બાબતોનો સમાવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com