________________
૧૨૧
ટેવાયેલી વ્યકિત તેના તરફ ઘણું કરે એ બનવાજોગ છે. એટલે ભૂગોળનાં જ્ઞાનથી અવિકસિત દેશો પ્રત્યે ઉદારતાની ભાવના રહેશે જે વિશ્વ વાત્સલ્ય સાધનામાં મદદરૂપ નીવડશે.
મોટા ભાગે ઈતિહાસનું સર્જન, સંસ્કૃતિની ખીલવણી, વિજ્ઞાનને વિકાસ, રાજયવ્યવસ્થા, જાતિ ધર્મનો પ્રચાર વગેરેને આધાર ભૂગોળ ઉપર રહે છે. દેશ દેશની ભૂગોળનું જ્ઞાન હોવાથી તે દેશના સાધનો અને શક્તિઓને પરિચય મળી શકે છે અને તેમને અહિસાની દિશામાં વાળવાને પ્રયોગ કરી શકાય છે. ઈતિહાસને આધાર ભૂગોળ ઉપર રહે. છે તેથી ભારતની ઉદાર સંસ્કૃતિ કે પશ્ચિમને સ મ્રાજ્યવાદ બન્ને સમજી શકાય છે.
કર્મ ગ્રંથમાં ક્ષેત્ર વિપાકી કર્મ પ્રકૃતિનું વર્ણન આવે છે. તેનું રહસ્ય એ છે કે અલગ અલગ ક્ષેત્રમાં માનવજીવન ઉપર તેમની સંસ્કૃતિ ઘડતર કે ધર્મની એવી અસર થાય છે કે એક ક્ષેત્રમાં કર્મ મદ બંધાય છે; બીજામાં મદતમ બધાય છે અને ત્રીજમાં મંદતર બંધાય છે. તેથી એક ક્ષત્રમાં મુકિત મેળવવાના સંયોગે પણ મળી રહે છે. દા. ત. ગુજરાત રાષ્ટ્રમાં સુદામા, દયાનંદ, મહાત્મા ગાંધી જેવા સાધકો નરસિંહ અને અખા જેવા કે, હેમચંદ્ર અને યશોવિજ્ય જેવા સંતો પાકયા તેથી ગુજરાત સૌરાષ્ટ્રમાં અહિંસાનું સામાજિક તેમજ રાજકીય ખેડાણ થઈ શકયું. ધર્મ અને ભગળ :
ધર્મગ્રંથોમાં પણ ભૂળ ખગોળનું વર્ણન મળી આવે છે. હિંદુપુરાણ, બૌઆગમે, જૈનશાસ્ત્ર, કુરાન કે બાઈબલમાં ભૂગોળ આપવાને ઉદ્દેશ્ય એ જ છે કે દરેક સાધક, ક્ષેત્ર પ્રમાણે માનવજીવન ઉપર થતી ભૌગોલિક અસરને જાણી શકે. આજે જે કે ઘણાં નામે અને સ્થળોને ફેરફાર થઈ રહ્યો છે અને ભૂગોળની નવી દિશાઓ સર કરી છે પણ સાધુ માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી નથી તેના માટે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com