________________
સંદેશ આપી બચાવી લીધા. તેમણે કહ્યું : “આપણે સહુ એક ખુદાના પરિવારના છીએ. માટે લડવું ન જોઈએ.” દેવ-દેવીઓમાં પણ જે અનેક્તા હતી અને લડાઈઓ થતી તેને દૂર કરવા એક ખુદાને અને તેની કુદરતરૂપે ચંદ્ર-તારાને માનવા કહ્યું તેમજ મૂતિ-પૂજા અને તે અંગેના ઝઘડાઓ નાબૂદ કરાવ્યા. વેરાન પ્રદેશ અને તેમણે લીલો રંગ ભેળવી દીધો. આમ એકતાનો પાયો નાખ્યો પણ કુરેશી લોકો ઝનૂની હતા, તેમને મનાવવા જતાં યુદ્ધ કરવું પડયું અને આમ ન છૂટકે લડવા જતાં ઇસ્લામમાં થોડે અંશે ઝનૂન દાખલ થયું. મહંમદ સાહેબે કહ્યું કે “વિશ્વ એક છે અને ખુદાના બંદા એક થાવ ! આ સૂત્ર ભાવનાત્મક એકતા માટે હતું પણ તે વખતની અપરિપકવ, કંઇક મોટી બુદ્ધિની જાતિઓને હાથે ગયું. તેથી તેમણે ગમે તે રીતે બધાને એક કરવાની ઝેહાદ ઉપાડી.
ઇસ્લામના પ્રચારમાં આરબમાં આ બે દેષો પેઠા :-(૧) ઝનન (૨) ઈસ્લામ પ્રચારની ધૂન. બાકી એકતા, વહાણવટું, વેપાર, વ્યવસ્થા, શિક્ષણ, સાંસ્કૃતિક ગુણને વિકાસ વગેરે સારાં તો આવ્યાં. ઈસ્લામ અંગે હિંદમાં તે એમ જ માનવામાં આવે છે કે તે તલવાર અને બળજબરીને ધર્મ છે પણ આફ્રિકા, ઇજીપ્ત, સીરિયા, તુર્કસ્તાન, મંગોલિયા, મધ્ય એશિયા વગેરેમાં ઈસ્લામ ધર્મ પ્રેમ તેમ જ લગ્નસંબંધોથી પણ ફેલાયો હતો અને તે ઠેઠ ચીન સુધી પણ પહોંચ્યો હતો.
ઈસ્લામ સ્વીકારનારી જાતિઓમાં તુક અને મંગોલ જાતિઓ લૂંટ અને ઝનૂનથી ટેવાયેલી હતી. ભારતમાં આ નવાં મુસલમાનોનાં ટોળાંઓ લૂંટ માટે આવ્યાં; તેમણે દેવળે તે ક્યાં, મૂર્તિઓ ભાંગી અને લૂંટ ચલાવી. તેમણે તલવારના બળે ગુલામોને મુસલમાને બનાવ્યા એટલે તેમના કૃત્યને બગદાદના ખલીફાઓની મહોર લાગી. ઈસ્લામે એક વાત તો દુર કરી કે ગુલામીને અંત આણ્યો. ગુલામ લાદે ઈસ્લામ સ્વીકારીને મુસલમાન થઈ શક્તા હતા. તે ઉપરાંત પછાતવર્ગના લોકો પણ ઈસ્લામ સ્વીકારી મુસલમાન થઈ શકતા હતા. આ બન્ને કારણસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com