________________
મળ્યું હતું. તેણે હિંદુઓ ઉપર જજિયા વેરે, મૂંડકા વેરો નાખ્યો હતું. આથી હિંદુઓ જે કે વધારે કદર થતા જતા હતા પણ તેમની અંદર જે ઉંચનીચને ભેદભાવ હતો તેના કારણે હિંદુઓનું મુસલમાન થવું ચાલુ જ રહ્યું.
ખિલજી વંશ પછીના તઘલખ વંશમાં મહંમદ તઘલખ કે મહંમદ ગાંડાનું નામ ઉલેખનીય છે. તે વિદ્વાન હતો પણ ગજબને ધૂની હતા. દક્ષિણમાં મુસલમાનોનું વધતું જતું સામ્રાજ્ય દિલ્હીથી • શાસન કરવા માટે દુર પડતું હતું એટલે તેણે દૌલતાબાદ નામનું નગર વસાવી, પરાણે દિલ્હી ખાલી કરાવી બધાને દૌલતાબાદ લઈ જવાનો હુકમ કર્યો. જેણે એ હુકમને અનાદાર કર્યો તેને સખ્ત સજા આપી. દૌલતાબાદમાં દિલ્હીના અર્ધા લોકો જ પહોંચી શક્યા પણ તેમને ત્યાં ફાવ્યું નહીં અને તેથી મહંમદે દિલ્હી પાછા ફરવાને આદેશ આપ્યો. કહેવાય છે કે માંડ ચોથા ભાગના લેકે એ દિલ્હીમાં પહોંચ્યા. જે દિલ્હી સાવ ઉજજડ થઈ ગઈ હતી. વધારામાં તેના કાળમાં દુકાળ પડયા તેથી રાજ્ય પાયમાલ થઈ ગયું. તેથી ઘણું પ્રદેશમાં બળવાઓ થયા અને ઘણું પ્રાંતે, બંગાળ વગેરે સ્વતંત્ર થઈ ગયા.
ત્યારપછી દિલ્હીની સત્યતન નબળી પડતા જવાને ઈતિહાસ છે. ઈસ્લામે હિંદમાં પિતાનાં મૂળિયાં મજબૂત કરી નાખ્યાં હતાં. મુરિલમ રાજાઓમાં અગાઉનું ઝનૂનપણું ઓછું થયું હતું. મુસલમાને આવવાથી હિંદુધર્મ ઉપર બે જાતની અસર થઈ તે રૂઢિચુસ્ત થતો ગયે અને પડદા પ્રથા આવી ગઈ. કુરૂઢિઓ ઘણું ચાલુ થઈ તેને સુધારવા પણ ઘણું પ્રયત્ન થયા,
હિંદુધર્મને નવું વ્યવસ્થિત રૂ૫ આપવા શંકરાચાર્યે ૮મી સદીમાં મહાન પ્રયત્ન કર્યો હતો. ૧૧ મી સદીમાં રામાનુજાચાર્ય અને ત્યારબાદ માધવાચાર્ય થયા. તેમણે હિંદુધર્મને વ્યવસ્થિત બનાવ્યો ખરે પણ તેઓ સંપ્રદાયવાદમાં પડતા ગયા. મુસલમાનોના આવાગમન અને
આક્રમણથી તેમનામાં વધારે રૂઢિચુસ્તતા આવી. હિંદુ-મુસ્લિમ લડાઈઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com