________________
રહી. શાહબુદીન ફરી મોટું સૈન્ય લઈને આવ્યો. આ વખતે પરિસ્થિતિ જુદી હતી. પૃથ્વીરાજે કને જના રાજા જયચંદની પુત્રી સંયુક્તાનું હરણ કરી લગ્ન કર્યા હતાં અને તે વિલાસમાં પડી ગયો હતે. તેથી કરીને આંતરિક ઝઘડાઓ પણ વધી ગયા હતા. અને પૃથ્વીરાજના ઘણું સાથીઓ પણ ન રહ્યા. આ વખતે ગેરી ફાવ્યો. તેણે પૃથ્વીરાજને કેદ પકડો અને તેને મરાવી નાખ્યો.
અહીંથી હિંદમાં મુસલમાની અમલના પાયા નંખાય છે. તેમણે દિહીને કેન્દ્ર બનાવ્યું અને ત્યાંથી દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં પિતાનું રાજ્ય વધાર્યું. હિંદુ રાજાઓની હારનાં મુખ્ય કારણે આ પ્રમાણે ગણાવી શકાય.
(૧) વધારે રૂઢિચુસ્તતા, (૨) અસંગઠન, (૩) નિરંકુશ ક્ષત્રિય લકો તેમજ સત્તા અને ભોગો માટે પડાપડી, (૪) યુદ્ધના અભાવે વિલાસ, (૫) બલિદાનની હિંમતમાં કમી.
મુસ્લિમ વિજેતાઓએ જે લુંટ કરી અને કતલ ચલાવી તેની પાછળને ઉદ્દેશ એ પણ હતો કે બધા જીતેલા દેશને કાબૂમાં રાખવા ધાક બેસાડવી, તેમજ જીવતા શત્રુઓને છોડવામાં આવે તે કયાંક તેમને પિતાને પણ મરવું પડે ! ગમે તે હોય પણ આ મુસ્લિમ આક્રમણના કારણે નિપ્રાણ હિંદુ સમાજમાં નવચેતના આવી. તેમજ જે એકતાને અભાવ હતો તેનું ભાન થયું અને ભોગવિલાસમાંથી સાદાઈ તરફ અવાયું.
શાહબુદ્દીન ગેરી પછી દિલ્હીની ગાદી ઉપર એક પછી એક રાજાઓ આવ્યા. તે ગુલામ વંશના રાજાઓના નામે ઓળખાયા. તેમાંને પહેલો કુતુબુદ્દીન હતા તે શાહબુદ્દીનને જ ગુલામ હતિ. ધીમે ધીમે આગળ વધતા તે દિલ્હીની સલ્તન ઉપર આવ્યો અને તેણે ગુલામ વંશ શરૂ કર્યો. તે કુર હતું અને તેણે ઘણી ઇમારતો, પુસ્તકાલયોને નાશ કરાવ્યો, તેણે કુતુબમિનાર બંધાવવાનું કામ શરૂ કર્યું જે તેના વારસદારે પૂરું કર્યું. તેને વારસદાર અલ્તમશ હતો. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com