________________
સાહિત્યકાર. આધુનિક વિશ્વને સમાજવાદની કે સામ્યવાદના વિચારની કલ્પના કરાવનાર વ્યક્તિઓમાં તેમનું નામ મોખરે આવે છે. - તે વખતે યુરોપના લોકોમાં મજૂર-માલિક, રાજા-પ્રજ, પાદરી
અને અનુયાયી, શેઠ અને નેકર આવા ઘણા મતભેદે ઉગ્ર રૂપે પ્રવર્તતા. હતા. રશ્કિને આખા વિશ્વને નજર સામે રાખીને તે અંગે ટકોર કરવી શરૂ કરી. તેમણે એ પ્રશ્ન અંગે ઊંડાણથી વિચાર કર્યો અને તેના નિરાકરણ રૂપે આચારમાં મૂકી શકાય તેવી નકકર વાત રજૂ કરી.
તેમનાં ઘણાં પુસ્તકમાં Unto this Last (અટુ ધિસ લાસ્ટ) પૂબજ વિચારપ્રેરક છે. તેમાં તેમણે માનવ-માનવ વચ્ચેના ભેદની ઉડી મીમાંસા કરી છે. તેમણે બતાવ્યું છે કે બધાના સ્વાર્થો સમાન હતા નથી પણ, તેમાં કારણે મોટા ભાગે સમાન હોય છે. પૈસાના કારણે, બીજાને આધીન ગણી, પોતાના જીવનમાં ગૌરવ માનવું એ બરાબર નથી. સ્વાર્થોને સમોવડિયા ન કરી શકાય. દા. ત. મા ભૂખી છે અને દીકરા ભૂખ્યા છે. મા ખાય તે છોકરાંઓ ભૂખ્યાં રહે અને છોકરાંઓ ખાય તો મા ભૂખી રહે. આવી પરિસ્થિતિમાં છોકરાઓ ખાય તો મા તેના ખાધાનો સંતેષ માને છે. તેવી જ રીતે સમાન સ્વાર્થ વાળા, વિરૂદ્ધ કક્ષાના લેકે, શેઠ-નેકર, માલિક-મજૂર વગેરેએ સમજવું જોઈએ. નેર ને વધારે પૈસા લેવાને સ્વાર્થ હેય; શેઠ ને કામ વધારે લેવાને
સ્વાર્થ હેય. બન્ને વચ્ચે માતા-પુત્ર જે સંબંધ હશે તે પૈસા ઓછા મળવા છતાં નેકર વધુ કામ આપશે અને પરિણામે શેઠ પણ તેને વધારેમાં વધારે આપવા પ્રેરાશે.
તેમણે કહ્યું કે પૈસા ઉપર જ માણસને વહેવાર ન ચાલ જોઈએ. દા. ત. નકર માંદો હોય, કામ ન કરી શકતા હોય ત્યારે શેઠ તેને પૈસા ઓછા આપે એ જેટલું સારું નથી; તેટલું જ શેઠ સંકટમાં હોય ત્યારે પગાર વધારાની માગણી કરવી તે પણ નકરને માટે સારું નથી. નોકર ઓછું કામ કરી વધારે માગે કે શેઠ ઓછું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com