________________
નામની સંસ્થા ઊભી કરી. તેમણે ચીન જાપાન ઈરાન રશિયા વગેરે અનેક દેશોની યાત્રા સાંસ્કૃતિક અનુભવોના આદાન પ્રદાન માટે કરી. ભારતમાં તેમણે અનેક કળાકાર સજર્યા. તેમણે જે કંઈ લખ્યું તે ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ જ લખ્યું છે. તેમણે ભારતની સાંસ્કૃતિક એકતા માટે “ જનગણ મન અધિનાયક જય હે ” ગીત લખ્યું તે આજે ભારતનું રાષ્ટ્રગીત છે. એમની કવિતાઓને અનુવાદ વિશ્વની અનેક ભાષાઓમાં થયેલો હેઈને તેમને “કવીન્દુ”ની ઉપાધી મળી. ' તેમણે કેવળ સાહિત્યની જ રચના ન કરી પણ શાંતિનિકેતન અને વિશ્વભારતી વડે ભારતીય સંસ્કૃતિને પ્રચાર કરનાર સ્નાતકે પેદા કર્યા. આજે પણ શાંતિનિકેતનના છાત્રો ઉપર એ વિશિષ્ટ છાપ છે. એ રીતે તેમણે ભારતીય સંસ્કૃતિને પુનઃ જગાડવાને અને વિશ્વમાં આગળ લાવવાનું ભગીરથ પ્રયત્ન કર્યો.
આ સંસ્થા ચલાવવા માટે નાણાંકીય ભંડોળ ઓછું પડયું ત્યારે તેમણે જાતે નાટકમાં ઉતરવાનું નક્કી કર્યું—પણ મહાત્મા ગાંધીજીએ તેમ ન થવા દીધું અને તેમને જોઈતે ફાળો કરાવી આપે. તેમનું મન સ્વાભાવિક સંવેદનશીલ હતું–બીજાના કષ્ટો તેઓ જાતે અનુભવતા અને અત્યંત સાદાઈથી તેઓ રહેતા.
આજે ભારતીય સંસ્કૃતિ ઉપર સ્વરાજ્ય બાદ, વિદેશી છાપ એટલી ' તીવ્રતાએ લાગી છે કે “વિશ્વભારતી'ના સ્નાતકે પાસે લેકને કંઈક : વધારે અપેક્ષા છે. તેમણે વાવેલ સાંસ્કૃતિક બી જ્યારે સાચા સ્વરૂપે: ફાલશે ત્યારે જરૂર ભારતીય સંસ્કૃતિની ભવ્યતા વધારે સ્પષ્ટ થશે.
રશ્મિન સાંસ્કૃતિક ક્ષેત્રમાં આપણે એવી એક બીજી વ્યક્તિને લઈ શકીએ. તે છે.– જોન રસ્કિન ઇગ્લાંડના એક મહાન નિબંધકાર, વિચારક અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com