________________
ભેગી કરવી; એને સાચવવી અને એના માટેનાં રક્ષણેનાં સાધનો ઊભાં કરવાં એ બધાંમાંથી પ્રભુ હજારો ગાઉ દૂર છે; એની પણ મને ખાતરી થઈ. અંતઃકરણને પ્રાણીમાત્રનાં પ્રેમથી ભરેલું રાખવું; બીજાની ભૂલો નભાવી લેવી; નાશવંત પદાર્થોનો સંગ્રહ ન કરે: સર્વ પ્રકારે આત્માની ઉન્નતિ કરવી; એ માનવજીવનનું અંતિમ સાધ્ય છે. એ સત્ય પ્રાપ્ત થતાં મને જીવનમાં જે પ્રકાશ સાંપડ્યો. એ પ્રકાશમાં મને નવજીવન સાંપડ્યું.”
તે વખતે રશિયામાં ઝારનું જુલ્મી રાજ્ય ચાલતું હતું. ખેડૂતોની દશા ઘણી ખરાબ હતી. તેમના ઉપર ભયંકર સીતમ ગુજારવામાં આવત; તેમની ખૂનામરકી પણ થતી. ટોલ્સટોયને તે ગમતું નહીં. તેમણે યાસનાયા ગામમાં આવેલી પિતાની જાગીરમાં સાત ખેડૂતો માટે ગ્રામશાળા શરૂ કરી. તેમણે એમને સ્વતંત્ર, સુઘડ અને સ્વચ્છ બનાવવા માટે પ્રયત્ન કર્યા. ખેડૂતો તેમને ખૂબ જ માનથી જોત
રશિયાની તે વખતની ગુલામી અને શોષણનીતિને નાબુદ કરવા તેમણે “બ્રેડ-લેબર” (જાત મહેનત), “ આપણું જમાનાની ગુલામી!” “ઈશ્વર તમારામાં છે” વગેરે પુસ્તક લખ્યાં. એમના લખેલ સાહિત્ય વડે જ રશિયામાં ક્રાંતિની ચિન્નારીઓ ફેલાઈજો કે ત્યાં હિંસક ક્રાંતિ થઈ જે અંગે ટોલ્સટોયે લખ્યું નથી.
મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહની વાત લીધી છે એમાં મુખ્ય ફાળો ટોલ્સ્ટોયનો છે. બાપુ પિતે લખે છે: “ ટોલસ્ટોય, પિતાના યુગમાં
અહિંસાના પ્રવર્તક હતા. પશ્ચિમમાં ટોસ્ટય જેવું અહિંસા અંગે કોઈએ લખ્યું નથી. “Resist not him; that is evil” દુર્જનને નહીં; પણ તેની દુજનતાનો પ્રતિકાર હિંસાથી ન કર! બુરાઈને નાશ, હિંસા કે બળાત્કારથી નહીં પણ અહિંસાથી કે ભલાઈથી જ કરવો જોઈએ.”
ટેસ્ટોય પિતાના જીવનનું નિરીક્ષણ ખૂબ બારીકાઈથી કરતા. નાની ભૂલ માટે જાતે કઠેર-દંડ કયારેક જાતે ચાબુકને માર ખાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com