________________
' [૬] સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર-૧ સવાંગી કાંતિ કરી શકનાર, એ દિશામાં પગલાં ભરનાર, ક્રાંતિકારોનાં જીવન ઉપર આ અગાઉ વિચાર થઈ ચૂક્યું છે. અને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર અંગે વિચારીશું. સર્વાગી ક્રાંતિકાર જીવનનાં બધાં ક્ષેત્રને સ્પર્શે છે; સર્વાંગી ક્રાંતિની દિશામાં જનાર પિતાની ક્રાંતિનાં બી વિખેરી જાય છે. જે તેમના ગયા બાદ ઉગે છે. ત્યારે સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારે એક જ ક્ષેત્રમાં મુખ્યત્વે સંસ્કૃતિને સ્પર્શે છે.
સાંસ્કૃતિક ક્રાંતિકારમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ હેવી જોઈએ – (૧) વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રનું એકમ વિશ્વ છે. એટલે વિશ્વનું ફલક સામે રાખી તે મુજબ સંસ્કૃતિને વિચાર કરશે. એકાદ પ્રાંત કે દેશની એકાંગી સંસ્કૃતિને નજર સામે રાખીને વિચાર નહીં કરે. (૨) તે સત્યની ઊંડી શોધ સતત ચાલુ રાખશે. (૩) સત્યની શોધ કરવામાં તથા તેને પ્રચાર કે અમલ કરવામાં જે કાંઈ આફત કે કો આવે તેને સહેવા પ્રાણ પ્રતિષ્ઠા કે પરિગ્રહને ભેગે પણ એ તૈયાર રહેશે.”
કેટલાક સાહિત્યકારો સંસ્કૃતિની દૃષ્ટિએ સાહિત્ય-રચના કરે છે, પણુ કાં તે, તેઓ રાજ્યાશ્રિત થઈ જાઈ છે; કાં તે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તૈયારી નથી બતાવતા. તેઓ સાંસ્કૃતિક-ક્રાંતિકાર ન કહી શકાય. તેમની ગણના સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારમાં પણ ત્યારે જ કરી શકાય જ્યારે તેમનામાં પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તૈયારી હેય.
ઘણા લોકો કહેશે કે દરેક ક્રાંતિકારી તે પિતાના દેશમાં જ જન્મે છે. અગાઉના જમાનામાં તે વિશ્વને દાયરે પણ સીમિત હતો અને વિશ્વભૂગોળનું જ્ઞાન પણ મર્યાદિત હતું. ત્યારે વિશ્વફલક કઈ રીતે તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com