________________
કાતિકારની ઉપયોગિતા
આ જગતમાં યુગેયુગે ક્રાંતિકારો પાકયા છે અને તેમની અનિસેટીઓ થઈ છે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર અગર તે ધર્મ-સંપ્રદાય શરૂઆતમાં કોઈ પણ ક્રાંતિકારને સાંખી શક્તો નથી. પ્રારંભમાં એના કાર્યને શંકા, ભય કે ઉપેક્ષાની દષ્ટિએ જોવામાં આવે છે. પછી એને વિરોધ વધતો જાય છે. જેમ જેમ તેની પ્રતિષ્ઠા વધતી જાય છે, તેમ તેમ તેના ઉપર પ્રતિક્રિયાવાદી બળો દ્વારા વિધે, આક્ષે અવરોધો અને પ્રહારો કરવામાં આવે છે. આ તબક્કામાંથી જયારે ક્રાંતિકાર પસાર થઈ જાય છે, વિરોધને પ્રેમથી, પ્રહારોનો ઉપહારથી, અને આક્ષેપને નમ્રપણે સત્યના પ્રકટીકરણથી જવાબ આપે છે. કો વચ્ચે ટકી રહે છે, ગભરાઈને કે કંટાળીને પિતાનું નકકી કરેલ માર્ગ છોડતો નથી, ત્યારે તેને તે જ સમાજ, રાષ્ટ્ર કે ધર્મસંપ્રદાય આવકારે છે. એટલા માટે જ ક્રાંતિકારના સામાન્ય લક્ષણમાં પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાના ત્યાગની તૈયારીની અપેક્ષા રખાઈ છે. અને એ ત્રણેનાં ત્યાગને દઢ કરવા માટે તેના ઉપલક્ષમાં ધૃતિ, ઉત્સાહ, સાહસ, નિર્ભયતા અને દઢતા વગેરે ગુણ જરૂરી છે.
એવા ક્રાંતિકારના માર્ગમાં ગમે તેટલા વિદને આવે, કેટલીક વખત તેં એમ જણાય કે બધા સાથીઓ અને સહયોગીઓ એને છોડી દેશે, ત્યારે પણ તે “એકલો જાને રે' એ મંત્ર લઈને આગળને આગળ ધપતો જાય છે. તેની ક્રાંતિનું મૂલ્યાંકન તેના જીવિતકાળમાં કદાચ ન થાય. પરંતુ એ વસ્તુ ચોકકસ છે કે એવા ક્રાંતિ જેટલા જે જે સમાજ, રાષ્ટ્ર કે ધર્મપ્રદાયમાં થયા છે, તેટલી જ ગતિશીલતા તે સમાજ, રાષ્ટ્ર, ધર્મ કે વિશ્વને મળી છે. આવા કાંતિકારોને અપનાવવામાં જેટલું મોડું થયું છે, તેટલું જ વધારે નુકસાન તે સમાજ, રાષ્ટ્ર કે ધર્મનું અને સરવાળે વિશ્વનું થયું છે, અને એ બધાને સહેવું પડ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com