________________
કઈ નથી!” પેલાએ કહ્યું.
“ના, એવું નથી ! આ વખતે પણ અલ્લાહ તારું રક્ષણ કરી રહ્યા છે !” મુહંમદ સાહેબે આમ કહીને તે વિરોધીને નમાવી લીધે.
એક એ જ આકરી કસોટીને એક બીજો દાખલે છે. એક હારેલા કબીલાના લેકે મુહંમદ સાહેબ સાથે સંધિ કરવા આવ્યા. મુહંમદ સાહેબે તેમને કહ્યું: “મુસલમાને શાંતિને પૈગામ દેવા માટે જ આવ્યા છે. એટલે સંધિ કરવા માટે અમને જરાયે વાંધો નથી !”
કબીલાવાળા સરદારે કહ્યું: “પણ તે કાયમી રહે તે માટે એક શરત છે કે આપ મારી કન્યા સાથે લગ્ન કરો !”
મુહંમદ સાહેબે કહ્યું : “મારી લગ્ન કરવાની ઇચ્છા નથી. પણ, આપ અતિ આગ્રહ રાખે છે તો અમારામાંનો એક સરદાર લગ્ન કરશે !”
પણ, સરદારોમાંથી કોઈ રાજી ન થયું. કારણ કે તે કન્યા સુંદર ન હતી. બધા સરદારે કોઈ ને કોઈ બહાનું દઈને છટકી ગયા, મુહંમદ સાહેબ માટે મુંઝવણ થઈ પડી. તેમણે વિરોધી સરદારને કહ્યું:
ભાઈ ! માઠું ન લગાડશે. લગ્ન ન થયાં તો શું. આપણી વચ્ચે શાંતિની સુલેહ થઈ છે તે પાકી રહેશે !”
તેણે કહ્યું; “હજરત! જ્યારે તમે અમારી કન્યાનો સ્વીકાર કરી શકતા નથી તો પછી સંધિ કેવી અને બિરાદરી કેવી ! હવે જે લેહી રેડાશે તે માટે તમે બધા જવાબદાર ગણશો !”
કેઈકે કહ્યું: “હજરત! તમે જ લગ્ન કરી લો ને !”
પછી અંદર અંદર ગુસપુસ થવા લાગી કે “હાથીના દાંત દેખાડવાના જ છે અને ચાવવાના જુદા છે!” મુહંમદ સાહેબ બધી સમસ્યા સમજી ગયા. વિરેાધી દળવાળો ઊઠવા લાગ્યા એટલે મુહંમદ સાહેબે કહ્યું : “ તમારી શર્ત મંજર છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com