________________
[૨] હજરત મુહમ્મદ સાહેબ - એવુંજ હજરત મુહમ્મદ સાહેબનું છે. જ્યારે તેઓ મક્કામાં ઈસ્લામ અને એકેશ્વર વાદને પ્રચાર કરતા હતા, તે વખતે કબીલાવાળાઓમાં મહેમાંહે ઘણા ઝઘડા ચાલતા હતા. અમૂક લેકે તેમના પક્ષે હતા; પણ વિરોધી લેકો એટલા બધા ઝનૂની હતા કે તેમને મારી નાખવા પણ તૈયાર રહેતા. તેમને નાસભાગ તે કરવી પડતી હતી. ક્યારેક ગુફામાં સંતાઈ રહેવું પડતું હતું. ત્યાં તેઓ ખુદ ની ઈબાદતમાં તલ્લીન થઈ જતા. ઘણીવાર દિવસ સુધી તેમને સૂકા પાટલા ઉપર ચલાવવું પડતું.
તે વખતે ઉમર ખલીફ પણ તેમની વિરૂદ્ધમાં થઈ ગયા હતા. મુહમ્મદ સાહેબ બધા ઝઘડાનું મૂળ છે, એમ તેઓ માનતા હતા. એકવાર તલવાર લઈ હ. મુહંમદને મારવા તેઓ ગયા ત્યારે તેમણે મુહંમદ સાહેબ પાસેથી એવી પ્રાર્થના સાંભળી : યા પરવરદિગાર ! ઉમરની બુદ્ધિ પલટી નાખ! તેના ઉપર સત્યનો પ્રકાશ નાખ. તે નિખાલસ દિલને માણસ છે.”
મારવા આવેલ “ઉપર” આ સાંભળી તેમના શિષ્ય થયા અને તેમના પ્રચાર કાર્યમાં વધારે સહાયક બન્યા.
એકવાર મુહંમદ સાહેબને મદીનામાં એકલા શસ્ત્ર વગરના જોઈને તેમના એક વિધીએ તેમની ઉપર તલવાર ઉગામીને પૂછયું : બોલ ! તારી રક્ષા કરનાર હવે કોઈ છે કે?”
મુહંમદ સાહેબે બે હાથ ઉપર કરીને કહ્યું : “હા છે! અને તે છે અલ્લાહ!”
તેમના મુખ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધાની અજબ ચમક જોઈને પેલાના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. મુહંમદ સાહેબે તે તલવાર લઈને કહ્યું: “બેલ, હવે તો રક્ષણહાર કઈ છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com