________________
૫૩
પિતાના ગુરુને હચિયારબંધ પિલિસ પકડીને લઈ જતા જોઈને ઈશુના એક અન્ય શિષ્યને ઘણે ગુસ્સે ચઢી આવ્યો હતો. તે તલવારથી પિલિસને કાન કાપવાને હતું કે ઈશુએ તેને વારીને કહ્યું: અરે ! તલવાર પાછી ખેંચ ! તેને ચલાવનાર તેને જ ભોગ બને છે!”
ત્યારબાદ ઈશુને ન્યાયાલયમાં લાવી તેના ઉપર કેસ કરવામાં આવ્યો. રામન અધિકારીઓએ ઈશુને નિર્દોષ ઠરાવીને છોડી દીધા પણ યહુદી લેકેને આ ન્યાય પસંદ ન હતો. એટલે તેમણે ઈશુની ઠેકડી ઉડાડવી શરૂ કરી. તેમના ઉપર ખોટા આરોપ મૂકયા, બેટી સાક્ષીઓ ઊભી કરી અને તેમને ક્રોસ ઉપર ચઢાવીને તેમના હાથે-પગે ખીલા ઠેકી દીધા.
ઈશુએ કાઈના ઉપર રોષ ન કર્યો કોઈને ઉશ્કેર્યાં પણ નહીં; સમભાવે તેમણે બધું સહન કરી લીધું. મરતી વખતે પણ આ પુણ્ય પુરૂષે દુમનેને આશીર્વાદ જ આયા; અને કહ્યું: “હે જગતપિતા ! તેમને માફ કર ! તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે ?”
આ હતી ઈશુની પ્રાણપંણ સુધીની તૈયારી અને સિદ્ધાંત માટે તેમણે પ્રાણનું બલિદાન પણ આપી દીધું.
હવે પ્રતિષ્ઠાત્યાગના પ્રસંગે લઈએ.
જેકસ નામને એક પૈસાદાર અને અનાચારી માણસ એક શહેરમાં રહેતો હતો. તે દારૂખાતું તેમજ દુરાચારના અડ્ડાઓ ચલાવતે.
જ્યારે તે કર ઉઘરાવવા નીકળતો ત્યારે લોકો તેના અમાનવીય ત્રાસના કારણે જંગલમાં નાસી જતા.
એક વખત ઈશું તેના શહેરમાં આવ્યા. માનવ-મેદની તેમના દર્શન માટે ઉમટી. કુતુહલવશ જેકસ પણ એક ઝાડ ઉપર ચઢીને ઈશુના આવવાની ઇતેજારી કરવા લાગે. જ્યારે ઈશુએ પોતે તેને સંબોધિત કર્યો ત્યારે તેના આશ્ચર્યને પાર ન રહ્યો. ઈશુએ તેને કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com