________________
ઈશુને તેના ખબર મળ્યા, પણ, તેઓ જરાયે ગભરાયા નહીં. તેમના શાંત સ્વભાવ તેમજ અદ્દભુત માનસિક સંતુલનમાં કોઈ ઉણપ આવી નહીં. તેમની આંખોમાં એ જ નિર્દોષ આનંદ હતો અને ચહેરા ઉપર એ જ સૌમ્ય સ્મિત હતું. દુશ્મને તેમની શું ગતિ કરશે, એ વાત તેઓ સારી પેઠે જાણતા હતા, પણ તેમાં કલુષિત ભાવ આવ્યો નહિં. - ઈશુએ પિતાના રાકમાંથી એક કેળિયા હાથમાં લેતાં કહ્યું : “વહાલા શિષ્ય! તમારામાંથી એક ભાઈ મારા ઉપર નારાજ થઈ ગ છે.”
બધાને તે સાંભળીને આશ્ચર્ય થયું. બધા એક બીજા સામે જોતા રહ્યા. દરેકના હૃદયમાં પ્રભુભકિત હતી અને બધા કહેવા ઈચ્છતા હતા કે “હું તે શું પ્રભુ !” '
ઇશુએ કહ્યું : “ના ! જેના મેમાં હું કળિ નાખીશ તે છે ”
એમ કહી તેઓ પેલા શિષ્ય યાહુઆ પાસે ગયા. તેના મોંમાં તેમણે કળિયે આપો. બીજી વખતે આ કેળિયા માટે પડાપડી થાત પણ આ વખતે બધા સ્થિર હતા.
ઈશુએ તેની પીઠ થાબડીને કહ્યું: “બેટા, યાહુઆ' સમય થવા આવ્યો છે. કામ ઉપર જા !”
ઈશું જાણતા હતા તેને શા માટે જવાનું છે છતાં તેમણે એને જવાનું કહ્યું. યહુઆ થડીવાર માટે ઊંડા મંથનમાં પડે કે નજીવા સ્વાર્થ માટે હું કેવું આ જઘન્ય કૃત્ય કરવા જઈ રહ્યો છું. પણ
સ્વાર્થે મન ઉપર કબજો જમાવ્યો અને તે ત્યાંથી નીકળી પડ્યો. - તે પૂર્વ-નિયોજિત યોજના પ્રમાણે સશસ્ત્ર પિસિસને લઈ આવ્યા અને ઈશને પકડાવ્યા. ઈશુએ તે છતાં તેના ઉપર ગુસ્સો ન કર્યો અને તેને વિદાયનું ચુંબન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com