________________
બનેની વિશેષતા અને મિત્રતા આમ આ બને સવળી ક્રાંતિકારોએ ક્રાંતિને સર્વ ક્ષેત્રે સ્પર્શી હતી. બન્નેની પિત પિતાની વિશેષતા હતી.
ભગવાન બુદ્ધની ક્રાંતિનું વાહન “મા” હતું. તેઓ સીધા યજ્ઞશાળામાં જતા. જઈને બ્રાહ્મણને– યજમાનેને સમજાવતા.
ભગવાન મહાવીરે તે વાત પ્રવચનમાં કરી હતી પણ તેમની ક્રાંતિનું વાહન “માતૃજાતિ” હતી. ૫ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસની ઘોર તપસ્યા કરી તેમણે ઉંઘતા સમાજને જાગૃત કર્યો હતો તેમ જ ૩૬૦૦૦ સાધ્વીઓની શિરછત્રા પણ એક તરછોડાયેલી નારીને બનાવીને પ્રચંડ કાર્ય કર્યું હતું.
ખરું જોઈએ તે બન્નેનાં કાર્ય એકબીજા માટે પૂરક હતા. માટે જ તેમણે એકબીજાના કાર્યને કદિ વિરોધ કર્યો ન હતો. બને સમકાલીન હતા છતાં એકવાર મળ્યા ન હતા. એ શંકાનો ખુલાસો એમ આપી શકાય કે બને પોતાના ધ્યેયાનકુળ કાર્યમાં પ્રવૃત્ત હતા; પૂરક હતા. ગાંધીજી અને અરવિંદ કદિ મળ્યા ન હતા તેમ એ બનેનું થયું હોવું જોઈએ.
આ રીતે આપણે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની સવગી ક્રાંતિમાંથી પ્રેરણું લેશું તે આજના સમાજમાં કઈ ક્રાંતિ કરવાની છે તે માટે વિચારી શકીશું.
ચર્ચા-વિચારણા શ્રી, માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સમાજ વિજ્ઞાનનું એક પુસ્તકમેં હમણું જોયું. એમાં કાંસ, ઇગ્લાંડ, અમેરિકા અને રશિયાની ક્રતિની વાત છે. તેમાં કહ્યું છે કે “સમાજવિજ્ઞાન એ પદાર્થવિજ્ઞાન નથી, કે તે એક ને એક બે એવા ચોક્કસ સિદ્ધાંત ઉપર ઊભું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com