________________
જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ વરતું ટકી શકે નહીં. એટલે બને મહાપુરુષોએ મોક્ષ અને નિર્વાણુને રજૂ કર્યા. તેને સાકાર રૂપ આપવા માટે ભગવાન મહાવીરે સમ્યફ જ્ઞાનાદિ રત્નત્રય અને ભગવાન બુદ્ધ આર્ય આષ્ટાંગિક માર્ગ મૂક્યો.
ભગવાન બુદ્ધ પહેલું કામ પહેલું કરવાનો સિદ્ધાંત આ. તે અંગે બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરવા કરતાં બ્રહ્મવિહાર અંગે તેમણે મહત્ત્વ આપ્યું. જગત ચારે બાજુથી દુ:ખી હોય ત્યારે શાસ્ત્ર–ચર્ચા નકામી છે એમ બુદ્ધે કહ્યું. માલૂક્ય પુત્ર સાથે આ સંવાદ બુદ્ધની ખરી આધ્યાત્મિકતા બતાવે છે.
અમુક શિષ્યોએ બુદ્ધને પૂછયું : “આપ સ્વર્ગ, નરક કે લોક શાશ્વત છે કે અશાશ્વત અંગે કેમ કંઈ કહેતા નથી !” * બુદ્દે કહ્યું : “કોઈ માણસને બાણ વાગ્યું હોય ત્યારે તમે શું કરશે? એનું બાણ કાઢી એની મલમપટ્ટી કરશે કે તે વખતે તેની રચના-બનાવટ અંગે કે તે કઈ દિશાથી આવ્યું ? કોણે માયું ? તે કઈ ધાતુનું બનેલું છે? વગેરે ચર્ચા કરશે?”
શિષ્ય માલુક્ય-પુત્ર કહે છે : “તે વખતે તે અમે શુશ્રુષા જ કરશું.”
ભગવાન બુદ્ધ કહે છે: “એવી જ રીતે આજે જગત અને લેકસમાજ, ચારે બાજુ દુઃખના બાણથી ઘવાયેલું છે. એટલે સર્વ પ્રથમ તમે શું કરશે? તમે આ ચર્ચા કરવા પ્રેરાશે કે લોક શાશ્વત છે કે નહીં ? સ્વર્ગ નરક છે કે નહીં અથવા દુઃખનું કારણ શોધી તેને દૂર કરવા પ્રેરાશે ?”
માલુક્ય પુત્રે સ્વીકાર્યું કે આજે પહેલું કામ તે એ જ છે કે લેકેનાં દુઃખને કેમ દૂર કરવાં.”
આ રીતે તેમણે તે વખતના આધ્યાત્મિક ક્ષેત્રમાં એકાંત અને એકાંગી તપ - ઉપાસના વગેરેને ત્યાગ કરીને લોકસંપર્ક સાધીને આધ્યાત્મને વહેવારિક બનાવવાની જબર ક્રાંતિ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com