________________
૨૧
બ્રાહ્મણ શ્રમજીવી સમાજ યશ-પુરુષ છે એમ અંતે ઠરાવ્યું. અહીં તેમને જ્ઞાન માટે નારીશક્તિ સુયોગ્ય જણાઈ અને “વેણુ-વાદ્યથી એ બધાંને આકર્ષ્યા. વાંસળીના સાતે સૂરોનું જેમ સંવાદન થયા પછી સુરીલું સંગીત નીકળે છે તેમ ચાર વર્ણ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ, સાધુ, સ્ત્રી અને ઈતર જીવસૃષ્ટિ (જેમાં ગાય કેન્દ્ર) એ સાતેનું સુરીલું સંગીત ઊભું કર્યું. જ્યાં જે યોગ્ય કામ આપે તે બધાને સાંકળી લીધા. તેમણે રાસલીલા કરી ગેપીઓ અને પિતાની વચ્ચે એ અભેદ ભાવ સળે કે વસ્ત્રાપહરણ કરવા છતાં તે અયોગ્ય લાગતું ન હતું. તે છતાં પણ પ્રેમને અહંકાર ન જોઈએ તે માટે રાધા ઝાડ ઉપર લટકી રહી'નું ઉદાહરણ આપ્યું. ટુંકમાં વ્યાપક ક્ષેત્રમાં જતાં પહેલાં તેમણે ગોકુળનું ક્ષેત્ર તૈયાર કર્યું.
ત્યાર બાદ બાકીના નજીકના સમાજ તરફ વળવાનું શ્રીકૃષ્ણનું બન્યું. તે જ વખતે મથુરાની દશા વિચિત્ર હતી. ત્યાં હતું કંસનું શાસન! કેણુ એને વિરોધ કરી શકે? બીજી તરફ દુર્યોધન જેવા રાજકુમારી દુર્વાસાની પણ પરવા કરતા ન હતા. દ્રોણના દીકરાને રાબડી પાવી પડી હતી. સુદામાની ગરીબાઈ અને દુર્દશા જાણતી હતી. ઋષિ અને બ્રાહ્મણેાની આવી હાલત હતી.
એટલે તેને સામને કરવા માટે–પરિસ્થિતિ સુધારવા તેઓ મથુરા પહોંચ્યા. ધોબીનાં કપડાં લઈ સૂચિત કર્યું કે તેઓ આવી પહોંચ્યા છે. પછી ચંદન લે છે. ત્યાર બાદ અશ્વશાળામાં જઈ શ્રીકૃષ્ણ અને બળદેવ શંખ વગાડે છે; ગદા ઉપાડે છે. તેમની સાથે કઈ સૈનિકે લેતા નથી. એ રીતે તેમણે પ્રજામાં સર્વ પ્રથમ અભય ફેલાવ્યું.
એટલે કંસ ગાંડે હાથી છેડે છે; તેને શ્રીકૃષ્ણ વશ કરે છે; દ્વારપાલને હરાવે છે. ભલેને પછાડે છે. અંતે કંસ તેમને મારવા ધસી આવે છે. ધન્ડ વિધાના બધા નિયમને ભંગ કરીને, ત્યારે જ એને મારે છે. જો કે પછી જઈને દેવકી–મા પાસે પશ્ચાત્તાપ પણ કરે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com