________________
રંઠેટ
એવું રાજ્યતંત્ર ગોઠવ્યું કે સમાજ-પ્રવાહ એમની તરફેણમાં થઈ ગયા. તે વખતે ગાંધીજી આવ્યા. તેમણે જોયું કે રાજકારણ બધાને પકડી બેઠું છે. સાતત્ય (ધર્મ) સાથે સત્ય-અહિંસાનો સ્વાભાવિક ક્રમ રાજકારણમાં તેમણે દાખલ કર્યો. સત્ય સાથે અહિંસાનો પુટ ત્યાં આપે. વિશ્વના ઈતિહાસમાં આ એક અપૂર્વ ક્રાંતિ હતી. ગાંધીજીની આ નવી વાત ભણેલા લોકોના મનમાં કેમેય ગળે ઊતરતી ન હતી. કારણકે તેમણે યુરોપની રાજ્યક્રાંતિનો અભ્યાસ કર્યો હતો. ધર્મગુરુઓએ સેના રાખીને યુદ્ધ ખેડયું હતું. માર્ટિન લ્યુથર વખતે યુદ્ધ થયું અને પિપને માનનારાઓએ સિન્ય શસ્ત્ર સાથે યુદ્ધ કર્યા. આણે એવી છાપ ઊભી કરી કે ધર્મક્રાંતિ કે કોઈપણ પરિવર્તન તલવારથી જ થઈ શકે છે. ઈંગ્લાંડની રાણી મેરી ધર્મ વિરોધીઓના લોહીથી ભરેલ હેજમાં સ્નાન કરવા લાગી. તે વખતે ઘણા લોકો “મેફલાવર” નૌકામાં બેસીને સ્વતંત્રતા માટે અમેરિકા ચાલ્યા ગયા. એ લોકોએ ત્યાં પહોંચીને ત્યાંના નિવાસીઓને સાફ કરવાની નીતિ અપનાવી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકામાં આજે ત્યાંની આદિ પ્રજા નામ માત્રની છે. મહંમદ સાહેબે પણ તલવારના જોરે ધર્મક્રાંતિ કરી. ત્યારે ભારતમાં ધર્મક્રાંતિ તલવારના જેરે થઈ નથી. કેવળ રાજ્ય-પરિવર્તન અહીં ન છૂટકે તલવારના જોરે થયું છે.
હવે આર્થિક ક્રાંતિ તરફ વળીએ, શ્રીમંત અને ગરીબના ચેક્સ વર્ગો બની જતાં કાર્લ માકર્સે પડકાર કર્યો. જેમની આજીવિકા તૂટે તે બધાને ભેગા કરીને તે સર્વહારાઓ (પરાધીન)નું સંગઠન કરવા માંડ્યું. સંપત્તિશાળી લોકોની સામે યુદ્ધ કર્યું. આમ વર્ગ-વિગ્રહ દ્વારા આર્થિક ક્રાંતિ કરી; તે પણ તલવારના જોરેજ કરી. આજે પણ મોટામેટા મેગાટન બોંબના જોરે દુનિયાને ભયમાં મૂકી વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ રશિયા કરી રહ્યું છે. ત્યાં ઝારશાહીને ખતમ કરી સામ્યવાદને ઝડે ફરકાવવામાં આવ્યો. લેનિન, સ્ટાલિન, પ્રોટસ્કીને ખતમ કરવામાં આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com