________________
[૧૫] વૈજ્ઞાનિક ક્ષેત્રનાં ક્રાંતિકાર
શ્રી દુલેરાય માટલિયા વૈજ્ઞાનિક ક્ષેત્રના ક્રાંતિકારની વાત કરતાં પહેલાં વિજ્ઞાન શું છે? વિજ્ઞાનમાં ક્રાંતિ શું છે? અને આપણે જે અર્થમાં વિચારીએ છીએ તે અર્થમાં વૈજ્ઞાનિક ક્રાંતિકારોમાં ક્યાં લક્ષણો હોવાં જોઈએ, તેને ઊંડાણથી વિચાર કર જોઈએ. વિજ્ઞાન એટલે?
આ સૃષ્ટિમાં અનેક અદ્દભૂતતા જેવામાં આવે છે. મેરનાં પીછાંમાં રંગ કોણે ભર્યો ? કીડીને આંતરડા ખરાં? વરસાદ કેમ વરસે છે ? વીજળી કેમ ચમકે છે? આ બધી અદ્દભૂતતા ન સમજાય તે “અહોભાવ” થાય, અને તે ચમત્કાર લાગે. કોઈ માને છે કે દેવ-દેવીના કારણે છે, કે ઈશ્વરના કારણે છે અથવા કોઈ એને શ્રદ્ધાથી ચાલતું માને છે, કે ગુરુ કૃપાથી થતુ ગણે છે. - વિજ્ઞાન તેનાથી એક ડગલું આગળ વધે છે. તે દરેકનું અંતરંગ તપાસે છે. કીડીનાં આંતરડાં માટે તેનું અંતરગ તપાસી, દષ્ટ વસ્તુને અનુભવમાં મૂકીને સિદ્ધ કરે છે, પ્રવેગો વડે વિશ્લેષણ કરે છે. તત્ત્વજ્ઞાની વસ્તુનું વિશ્લેષણ કરે છે ત્યારે વૈજ્ઞાનિક એને અનુભવ કરે છે. જે વસ્તુને અનુમાન પ્રમાણ વડે તત્વજ્ઞાની સિદ્ધ કરે છે તેને વૈજ્ઞાનિક ઈન્દ્રિય જ્ઞાનથી પારખી વર્ણવી શકે છે, ધારે તે પ્રત્યક્ષ કરી શકે છે.
વૈજ્ઞાનિકે દરેક વસ્તુના કાર્ય-કારણભાવને તપાસે છે. કાર્ય-કારણસંબંધ વિચાર્યા વગર વિજ્ઞાન ચાલી શકતું નથી. તે સત્યની વધુ નજીક જાય છે પણ દરેક શેધને અંતિમ માનતું નથી. તેમાં અવકાશની અપેક્ષા રાખે છે. એટલે વિજ્ઞાન પાસે અમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com