________________
૧૮૭
પણ ભગતસિંહ, આઝાદ, સુખદેવ વ. ઉગ્રવાદી લોકો પણ હતા. તેમની ફના થવાની તૈયારી હતી પણ સાધનશુદ્ધિનો આગ્રહ ન હતો; પરિણામે આવી શક્તિ વેડફાઈ જતી હતી. ગાંધીજીએ તેને ખરે ઉપયોગી વળાંક આપ્યો. તેમની દ્રષ્ટિ સાફ હતી, સાધન-શુદ્ધિનો આગ્રહ હતો અને રચનાત્મક કાર્યો વડે ભાવાત્મક એકતા તેઓ લાવી રહ્યા હતા. જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ કે સંપ્રદાયવાદ જે રાષ્ટ્રીય એકતાને ખંડિત કરતા હતા, તે બધાને મટાડવા તેમણે અંત સુધી પ્રયત્ન કર્યો. તેમના પ્રયત્ન સફળ થયા અને ૧૯૪૭ માં પંદરમી ઓગસ્ટે ભારતને આઝાદી મળી. આ બધું કોગ્રેસ મારફત થયું. તેના બંધારણમાં સત્ય અને અહિંસાને દાખલ કરાવવા ગાંધીજીએ ઘણા પ્રયત્નો કર્યા પણ “ શાંતિમય બંધારણીય ઉપાયો ” ચાલુ રહ્યા. શાંતિની દિશામાં કોંગ્રેસને લઈ જવામાં પણ તેમનો જ મુખ્ય ફાળો છે. આમ ૧૮૮૫ થી કોંગ્રેસ સંસ્થાને રાજ્ય ક્રાંતિકારી તરીકે લઈ શકાય છે. એવી રીતે યુ. એન. ઓ. (સંયુક્ત રાષ્ટ્રસંઘ)ને પણ રાજ્ય કાંતિકારી સંસ્થા તરીકે ગણી શકાય.
યુરેપ પશ્ચિમના ક્રાંતિકારે હવે આપણે પશ્ચિમની રાજ્યક્રાંતિને ઈતિહાસ તપાસીએ.
લાઈકરગસ : પશ્ચિમના રાજ્યક્રાંતિકારોમાં લાઈકરસ જે સ્પાર્ટીનો શાસક હતો તેને પ્રથમ લઈ શકાય. આખા ગ્રીસને એ ક્રાંતદષ્ટા પુરૂષ હતા. તેમજ સાધુ જીવન જીવવાવાળો હતો. એની ભાભી ગર્ભિણી હતી ત્યારે તેણે એને કહ્યું, “ મારી સાથે વિષય સુખ ભોગ અને રાજય પણ ભેગા.” પણ એણે ના પાડી કે ગર્ભના બાળકનું શું થશે? એણે પોતાના મોટાભાઈના પુત્રને માટે કર્યો ભાભીની યાતનાઓ સહી. કંચન અને કામિની બન્નેને તેણે સ્પર્શ ન કર્યો. એણે સ્પાર્ટાવાસીઓ માટે ૩૦ વર્ષ સુધી લશ્કરી તાલીમ ફરજિયાત કરી, તેથી સ્પાર્ટાવાસીઓનું શરીર ખડતલ થયું. આજે લશ્કરને શિક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com