________________
૧૬૭
સત્યકામ જગ્ગાલ
એજ રીતે ઉપનિષદમાં સત્યકામ જાબાલનું નામ આવે છે તે એક ઋષિ પાસે બ્રહ્મજ્ઞાન માટે આવે છે. ઋષિએ તેની જ્ઞાતિ-કુળ અંગે પૂછ્યું. તેણે કહ્યું કે તે કેવળ તેની માતા જાબાલ અંગે જાણે છે, ઋષિએ તે સત્ય બોલ્યો એટલે રાજી થઈ તેનું નામ સત્યકામ રાખ્યું. તેને એક ગાય અને એક સાંઢ આપીને કહ્યું કે આમાંથી ૧૦૦ ગાય કરી લાવ.” તે ગાય ચરાવવા ગયે તેમાંથી તેને ગોવિજ્ઞાનને અભ્યાસ થશે. ઉપનિષદ્દમાં રૂપક તરીકે કહેવામાં આવ્યું છે કે સાંઢ દ્વારા તેને બ્રહ્મજ્ઞાન થાય છે. ૧૦૦ ગાયો (વાછરડાં વિ.) થઈ જતાં તે ગુરુ પાસે આવે છે.
ગુરુ પૂછે છે-“બ્રહ્મવિદિવ સેમ્ય ! તે મુખમાભાતિ !” (તારું મુખ બ્રહ્મજ્ઞાનીની પેઠે સૌમ્ય દેખાય છે) પછી તેઓ એની પરીક્ષા લે છે અને તેમાં એ ઉત્તીર્ણ થઈ જાય છે. આ રીતે સત્યકામે ગવશ—વિજ્ઞાન દ્વારા સમાજને તે જ્ઞાન આપી અર્થ ક્રાંતિ કરી. ગૃત્સમદ ર્કમયોગી
ત્યારબાદ મંત્રદ્રષ્ટા કર્મયોગી કૃત્સમદને લઈ શકાય છે. તેમણે સર્વપ્રથમ કપાસ વિજ્ઞાન લોકોને આપ્યું. તેઓ એક વૈદિક ઋષિ હતા. તેઓ “કલબ” ગામના હતા (હાલમાં બહાર યેવતમાલ જિલ્લો), તેઓ ગણપતિના પરમ ભકત હતા. “ગણાનાં ત્વા ગણપતિ હવામ” આ પ્રસિદ્ધ મંત્ર એમને દુષ્ટ છે. આ ઋષિ જ્ઞાની–ધ્યાની તો હતા જ પણ હુન્નર કળાના વિજ્ઞાની પણ હતા. તેમણે અનેક વાતની શોધ કરી હતી. તેમણે નર્મદા-ગોદાવરી વચ્ચેના એ પ્રદેશમાં–જંગલમાં વસતિ વસાવી. ત્યાં તેમણે કપાસનું વાવેતર લાંબા વિસ્તારમાં સફળતાપૂર્વક કર્યું. તાંતણું વધ્યા અને આજના વણાટ ઉદ્યોગનું શ્રીગણેશ કર્યું. એટલે કપાસને તેમના નામ સાથે જોડીને “ગાત સમદમ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com