________________
બાષભદેવ અને આદિમનું
- સર્વ પ્રથમ આદિમન અને ઋષભદેવ જેમને સર્વાગી ક્રાંતિકાર તરીકે ગણાવી ગયા છીએ તેઓ આર્થિક ક્ષેત્રમાં પણ આદિ ક્રાંતિકાર તરીકે તરી આવે છે.
આદિમનુએ આર્થિક ક્ષેત્રમાં ક્રાંતિની સ્મૃતિ આપી.
ઋષભદેવે સમાજના સંગઠને રચી આર્થિક ક્ષેત્રે ક્રાંતિની પ્રક્રિયા ચલાવી ધંધાઓનું વર્ગીકરણ કર્યું. અસિ, મસિ અને કૃસિ એ ત્રણે સત્ર ધંધાદારોના પ્રતીક તરીકે મૂક્યાં. તેમાં અસિ–યાંત્રિક સિદ્ધિના પ્રતીક સમી સિદ્ધિ; મસિ-સમૃદ્ધિના પ્રતીક સમી અને કૃષિ–ઋદ્ધિના પ્રતીક સમી રજૂ કરી. તેઓ આ ત્રણેય બાબતોના રહસ્યના જાણકાર હતા. એટલે જ લોકોની અકર્મભૂમિકા (શ્રમ કર્યા વગર વનના ક્ષે ઉપર આધારિત જીવનની ભૂમિકા) ખતમ થઈ અને કર્મભૂમિકા (શ્રમ કરીને સહિયાર જીવન જીવવાની ભૂમિકા) આવી. જનસંખ્યા વધતી ગઇ એટલે જરૂરતની પૂતિ વૃક્ષોથી થવાની શકયતા ઓછી થઇ ગઈ. તેથી તેને ઉપાય બતાવવા લોકોએ ઋષભદેવને વિનંતિ કરી અને તેમણે ઉપરના ત્રણ આર્થિક-સૂરે આપ્યા તે ઉપરાંત પુરુષને ૬૪ કળા અને સ્ત્રીઓને ૭ર કળાઓ શીખવી.
તેમણે ઉદ્યોગ-ધંધા માટે કૃષિ-વિઘા, વસ્ત્ર-વિધા, વાસણ-વિધા, વાસ્તુકળા (ભવનિર્માણ) પાકકળા, અક્ષરવિજ્ઞાન, સમાજ-વિજ્ઞાન, વગેરે શીખવ્યાં. એ બધું શીખવવાની પાછળ ઝષભદેવમાં પ્રજાનું હિત ભારોભાર હતું. આ અંગે જંબુદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે.
_ पयाहियाए उदिसा પ્રજાના હિતાર્થે શીખવે છે–બતાવે છે. પિતાના જીવનમાં પવિત્રતા તે હતી જ તેમજ બીજના હિત માટે તેમણે પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ સર્વેને ત્યાગ કર્યો હતો. એટલે આર્થિક ક્રાંતિકાર તો હતા જ. તેમણે બીજા ક્ષેત્રોમાં પણ ક્રાંતિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com