________________
[૧૩] આર્થિક ક્ષેત્રના કાંતિકારી માનવજીવનને લગતાં સાધને, સામગ્રીઓ કે પદાર્થો અર્થ કહેવાય છે. એ અર્થના ક્ષેત્રમાં એક વખતે સંધર્ષો થયાં છે; વિષમતા ઊભી થઈ છે અને અર્થને પ્રધાનતા આપી માણસાઈને હણવાના પ્રયત્નો થયા છે. તે વખતે અમુક કર્મઠ પુરુષોએ આવીને આર્થિક ક્ષેત્રમાં જૂનાં છેટાં મૂલ્યાંકનોને બદલ્યાં છે કે નવાં મૂલ્યાંકને સ્થાપ્યાં છે. એવા પરિવર્તનકારો કે સંશોધનકારોને આર્થિક ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે ઘટાવી શકાશે.
પણ આવા ક્રાંતિકારી માટે ચોક્કસ લક્ષણો ઘટાવવાં પડશે; નહીંતર આર્થિક ક્ષેત્રે કામ કરનાર દરેક આર્થિક ક્ષેત્રને ક્રાંતિકાર ગણાશે. આનાં લક્ષણે આ પ્રમાણે છે.
(૧) તે અર્થને ધર્મના અંકુશમાં રાખીને જ ક્રાંતિ કરશે. (૨) તે માનવ કરૂણા અગર જીવદયાથી પ્રેરાઈને ક્રાંતિ કરશે..
(ક) તે ઋદ્ધિ (કુદરતી સંપત્તિ અન્ન, વસ્ત્ર, વસાહત) સિદ્ધિ (યાંત્રિક શક્તિની સફળતા) અને સમૃદ્ધિ (એટલે સંગઠન, સહયોગ વડે ઉત્પાદનની વ્યવસ્થા), ત્રણેયના રહસ્યને જાણકાર હશે અને એને ઉપયોગ માનવહિતમાં કરશે.
(૪) તેનું જીવન પવિત્ર હશે; તેના જીવનને ઉપગ પિતના સ્વાર્થ માટે નહીં પણ સમાજહિત માટે થતો હશે.
(૫) પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ત્યાગમાં બીજા ક્ષેત્રના ક્રાંતિકારી જેમ તે આગળ નહીં વધી શકે પણ એમાં એ મર્યાદિત ત્યાગ કરી શકશે. | સર્વ પ્રથમ ઉપરનાં લક્ષણ પ્રમાણે ભારતીય આર્થિક ક્ષેત્રના કાંતિકારને ચકાસીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com