________________
૧૪૦
ન હતું; એમના જીવનમાં ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ખૂટતી જતી હતી ત્યારે તુલસીદાસે વ્રજભાષામાં રામાયણ મહાકાવ્ય લખ્યું. તેથી પ્રજામાં નવી શ્રદ્ધા જાગી. તેમણે રામચંદ્રજીના જીવનને મર્યાદા પુરૂષોત્તમ ગણાવી ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્તવોની સમજણ પાડી. સમાજવ્યવસ્થા, આર્ય—અનાર્ય સમન્વય તેમ જ યુગ ધર્મ શું ; બ્રાહ્મણ, ક્ષત્રિય અને મહાજનોને ધર્મ શું ? તેમજ ઈશ્વર, ઈશ્વરનિષ્ઠા. અવતાર કલિયુગ વગેરે વિષને આ મહાકાવ્યમાં બહુ જ રસપ્રદ રીતે વર્ણવ્યાં છે. હિંદુપ્રજાને આ ગ્રંથથી ખૂબ જ આશ્વાસન મળ્યું એટલે જ તુલસી રામાયણ સામાન્યથી લઈ ઉચ્ચ કુળના હિંદુ માટે તેમજ હિંદી સાહિત્ય માટે સંસ્કૃતિ-ગ્રંથ રૂપે સિદ્ધ થયો છે. તેમણે લોકોની સાંસ્કૃતિક એકતા કરવામાં પણ મોટો ફાળો આપે છે.
તુલસીદાસની ખ્યાતિ સાંભળી તે વખતના બાદશાહે તેમની પ્રશંસાનું કાવ્ય રચવા કહ્યું; પણ સરસ્વતીના આ પુત્રને તે ન ગમ્યું. પરિણામે બાદશાહની ખફાગીરી તેમના આ ગ્રંથ ઉપર પડી અને તેને બાળી નાખવામાં આવ્યું. ભાગ્યયોગે તેની બીજી નકલ એક ભાઈ પાસે હતી તેથી એ અમરગ્રંથ બચી જવા પામ્યો.
તેમની રામાયણનો અનુવાદ ઘણી દેશી અને વિદેશી ભાષામાં શકે છે અને એ હિંદી સાહિત્યની આધાર શિલા મનાય છે.
સૂરદાસજીને હિંદી સાહિત્ય જગતના સૂર્ય માનવામાં આવે છે. એમણે કૃષ્ણભક્તિ વડે સમાજને પિતાના સાહિત્યથી, વાસ્લય, શાંત અને કરૂણરસનું પાન કરાવ્યું છે. તેમના ગ્રંથમાં સૂરસાગર, સૂરપદાવલી, ભ્રમરગીત વગેરે મુખ્ય છે.
સુરદાસજીના અધ્યાત્મિક પદોએ આધ્યાત્મિક ચેતના જગાવી છે. તેમના ઘણા દેશમાં અંતરશાધન, મંથન અને ચિંતન ખૂબ જ જેવા મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com