________________
૧૯
તેઓ વનવાસ સેવતા એટલે વનવાસી કહેવાતા. અનેક રાજાએ ઉપર તેમને પ્રભાવ હતો. તેમણે “આપ્તમીમાંસા', “રત્નકરંડક શ્રાવકાચાર ”, “યુકત્યુનુશાસન ”, “ સ્વયંભૂસ્તોત્ર”, “તત્ત્વાર્થસવનું ગંધહસ્તિ મહાભાષ્ય ” વગેરે ગ્રંથ લખ્યા. તેમના સાહિત્યમાં સમાજને નવી દ્રષ્ટિ અને ચેતના આપવાની શકિત રહેલી છે. શ્રી કુંદકુંદાચાર્ય
ત્યારબાદ કુંદકુંદાચાર્યને લઈ શકાય. તેઓ પણ દક્ષિણ હિંદના હતા. ક્ષિણ હિંદમાં વેદાંતને જોરશોરથી પ્રચાર હતા. તેમણે વેદાંતમાં સંશોધન કરી; જૈનદર્શનના નિશ્ચય નયની દષ્ટિને મુખ્ય રાખી, વ્યવહાર નયને ગૌણ કરી દરેક તત્ત્વ અને સવિશેષ આત્મતત્વને શોધવા અને ઓળખવાની દષ્ટિ આપી તે અંગે સાહિત્ય લખ્યું.
તેમણે સમયસાર, “પ્રવચનસાર” અને “ગોમટસાર” એ ત્રણ ગ્રંથ મુખ્ય રૂપે આપ્યાં. આ બધા ગ્રંથમાં તેમણે નિશ્રયદષ્ટિથી તત્ત્વનું નિરૂપણ કર્યું છે. જીવ, કર્મ અને શુદ્ધ આત્મા એ ત્રણેનું પષ્ટ દર્શન કરાવ્યું છે. તે માટે ઘણા તેમને પ્રચ્છન્ન વેદાંતી કહે છે.
આ બધા જૈનધર્મના વેતાંબર–દિગંબર સંપ્રદાયના, સાહિત્યક્ષેત્રના ક્રાંતિકાર થયા. તુલસીદાસ અને સૂરદાસ
હિંદુ ધર્મના સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકારમાં ગોસ્વામી તુલસીદાસજી અને સુરદાસજીને લઈ શકાય. તેમનું જીવનચરિત્ર સુવિદિત છે. અહીં તેમના સાહિત્ય અંગે ચર્ચા કરશું.
તુલસીદાસના સાહિત્યમાં રામચરિત માનસ (રામાયણ) તુલસી દેહાવલી, કવિતાવલી, વિનયપત્રિકા વગેરે પ્ર મુખ્ય છે. જે વખતે હિંદુ પ્રજા ઉપર મુસલમાની રાજાઓના આક્રમણો થતાં હતાં. તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવતી હતી. તેમની દાદ-ફરિયાદ કોઈ સાંભળતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com