________________
[૧૦]. સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારી હવે સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર અંગે વિચાર કરીએ. સૌથી પહેલા તે સાહિત્યની પરિભાષા જોઈ જઈએ. સંસ્કૃતમાં કહ્યું છે –
हितेन सह सहितं, सहितस्य भावः कर्म वा साहित्यम्
–એટલે કે હિતના કાર્યો કે વિચારે જેના વડે થાય અથવા જ્યાં અંકિત હોય તે સાહિત્ય છે; એટલે જ સાહિત્ય વડે સમાજહિતના વિચારો રજૂ કરવામાં આવે છે, તે એવા વિચારોને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. તે ભૂતકાળમાં અને વર્તમાનમાં જે વિચારો, ચિંતક થઈ ગયા છે તેમના વિચારો વડે તેમને સાક્ષાત્કાર કરાવે છે. તે સમાજને પ્રેરણું આપે છે.
ત્યારે આજકાલ એવું અશ્લીલ, બાજારૂ કે ઘાસલેટિયું લખાણ અને પ્રકાશન થાય છે, જેનાથી અશ્લીલતા, વિલાસ, કામોત્તેજના, હિંસા, સંસ્કૃતિનું અહિત વગેરે વધે છે. એવાં લખાણોથી કદાચ તરત પૈસે મળે છે પણ તેને ભાગ્યે જ સાહિત્ય ગણાવી શકાય. તેનું ચિરસ્થાયી મૂલ્યાંકન હેવું જોઈએ.
આ ઉપરથી આપણે ખરે સાહિત્યકાર એને કહેશું કે જે એવા સાહિત્યની રચના કરે છે જેમાં લોકહિતની ભાવના કે પ્રેરણું હેય છે. તે ધન માટે નહીં, પણ માનવજાતમાં સુસંસ્કારિતાના પ્રચાર માટે પિતાના સુંદર વિચારો રજૂ કરે છે.
ત્યારે સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકારે તે એથી પણ એક ડગલું આગળ વધશે. તે સમાજને કાંતિ આપનારું સાહિત્ય આપશે; આવા કાંતિકાર સાહિત્યકારના સાહિત્યને અનુરૂ૫ એનું જીવન હશે. તેનું અંગત જીવન સાદું, ત્યાગનિષ્ઠ, સંયમી અને ચારિત્ર્યશીલ હશે, તેમ જ સમાજજીવન માટે પણ તે એ જ વસ્તુની પ્રેરણા આપશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com